કપિલ શર્મા વિરુદ્ધ 65 લાખની ટૅક્સ ચોરીનો કેસ
મુંબઈ, 27 સપ્ટેમ્બર : નાના પડદાના ચર્ચિત શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટમાં આગ લાગ્યા બાદ મુંબઈ સર્વિસ ટૅક્સ વિભાગે નિર્માતા કપિલ શર્માની લગભગ ચાર કલાક પૂછપરછ કરી અને તેમની વિરુદ્ધ 65 લાખ રુપિયાની ટૅક્સ ચોરીનો કેસ નોંધ્યો છે.

નોંધનીય છે કે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના સેટ ઉપર લાગેલી આગના કારણે 20થી 22 કરોડ રુપિયાનો નુકસાન થયો છે. આ સેટ ગોરેગાંવ ખાતે આવેલું છે. સર્વિસ ટૅક્સ વિભાગે કપિલ શર્માને બાકી ટૅક્સ ભરવાની ચેતવણી આપી છે. જો મળતી માહિતી ઉપર વિશ્વાસ કરીએ, તો આયકર વિભાગે આ અગાઉ પણ અનેક વખત કપિલને આ અંગે ચેતવ્યા હતાં.
પૂછપરછ બાદ કપિલે ટુંકમાં જ બાકી ટૅક્સ ચુકવણીનો ભરોસો આપ્યો છે. વિભાગના જ એક અધિકારીના જણાવ્યા મુજબ કપિલે ટૅક્સ માટે નાણા તો એકત્ર કરી લીધા છે, પણ હજી ચુકવણી કરી નથી. કહે છે કે જો નક્કી સમયમર્યાદામાં કપિલ ટૅક્સની ચુકવણી નહીં કરે, તો તેમના બૅંક ઍકાઉંટ સીલ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
