બિગ બૉસ 7 : સલમાન ખાન જ કરશે હોસ્ટ
મુંબઈ, 30 એપ્રિલ : કલર્સના બહચુર્ચિત રિયલિટી શો બિગ બૉસની સાતમી આવૃત્તિમાં સલમાન ખાન જ હોસ્ટ રહેશે. બિગ બૉસનું હોસ્ટિંગ સલમાન ખાન સિવાય કોઈ પણ ન આપી શકાય.

થોડાંક દિવસ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે બિગ બૉસ 7નું હોસ્ટિંગ શાહરુખ ખાન કરવાનાં છે. એમ પણ કહેવાયુ હતું કે સલમાન ખાન પોતાની બીમારીથી પરેશાન હોવાના કારણે બિગ બૉસ 7નનું હોસ્ટિંગ નહીં કરી શકે અને તેથી કલર્સ ચૅનલે શાહરુખને એપ્રૉચ કર્યા છે.
પરંતુ કલર્સના આયોજકોએ આવી અટકળોનું જોરદાર ખંડન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કલર્સ કોઈ પણ સંજોગોમાં સલમાન ખાનને જ બિગ બૉસ 7માં હોસ્ટ બનાવવા માંગે છે. તેથી સલમાનના વિકલ્પ અંગે વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી. બિગ બૉસ 7 રજૂ થશે તો સલમાન ખાન સાથે જ. જો સલમાન ઉપલબ્ધ નહીં હોય, તો શો પણ શરૂ નહીં થાય.












Click it and Unblock the Notifications
