શમા સિકંદરના દુબઇ હોલિડેના ફોટોઝ છે Super Hot!

Written By:
Subscribe to Oneindia News

પોપ્યુલર ટેલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર પોતાના બોલ્ડ લૂક્સ માટે ખૂબ જાણીતી છે. છેલ્લા થોડા સમયથી તે શોર્ટ ફિલ્મ્સના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે વેબ સીરિઝમાં પણ કામ કરી રહી છે. હાલમાં જ તે કામમાંથી થોડો બ્રેક લઇ દુબઇ વેકેશન માણવા પહોંચી હતી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેણે પોતાના વેકેશનની કેટલીક શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

 સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

સેલિબ્રિટીઝ કામમાંથી બ્રેક લઇ વેકેશન પર જાય છે, જો કે અહીં પણ તેઓ કેમેરાથી બ્રેક તો નથી જ લેતા. શમા સિકંદર પણ અન્ય સેલિબ્રિટીઝથી જુદી તો નથી. તેણે પોતાના હોલિડેના હોટ એન્ડ હેપનિંગ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

ગોલ્ડન સ્વિમસૂટ

ગોલ્ડન સ્વિમસૂટ

શમા પોતાની લૂકબૂકથી હંમેશા ફેશન ક્રિટિક્સનું પણ ધ્યાન ખેંચે છે. આ વખતે તેણે ગોલ્ડન સ્વિમસૂટમાં પોસ્ટ કરેલ તસવીરે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. તેની દુબઇની આ લૂકબુક પર ફેન્સ ઉપરાંત ફેશન ક્રિટિક્સ પણ ઓવારી ગયા છે.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

ફિલ્મોમાં એક્ટિંગ

ફિલ્મોમાં એક્ટિંગ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'પ્રેમ અગન'(1998), 'મન'(1999), 'અંશ'(2002), 'ધૂમ ધડાકા'(2008) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મ 'મન'માં તે આમિર ખાનની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

English summary
Shama Sikander is back to give us serious vacation-style goals. Have a look.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.