જસલીનના પિતાને માર્યુ મ્હેણુ, ‘અમારી દીકરી હોત તો કાપીને ફેંકી દેત'

જસલીનના પિતા કેસરે કહ્યુ કે કેટલાક લોકોએ તો અમને કહ્યુ કે, ‘જો અમારી દીકરી હોત તો અમે તેને કાપીને ફેંકી દેત.'

'બિગ બોસ 12' ના પ્રતિયોગી ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેમની શિષ્યા જસલીન મથારુનો પ્રેમ સંબંધ હાલમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર જ્યાં આ પરિહાસનો વિષય બની ગયો છે ત્યાં બીજી તરફ આ વાત જસલીનના પરિવાર માટે કોઈ શોકથી કમ નથી. જસલીનના પિતા કેસરે કહ્યુ કે જે સમયે અમે ટીવી પર આ વાત સાંભળી ત્યારે અમારા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ઘરવાળા ચિંતિત થઈ ગયા. સંબંધીઓના ફોન આવવા લાગ્યા અને કેટલાક લોકોએ તો અમને કહ્યુ કે, 'જો અમારી દીકરી હોત તો અમે તેને કાપીને ફેંકી દેત.'

‘જસલીન-જલોટાના સંબંધની વાત અમારા માટે શોકથી કમ નહોતી'

‘જસલીન-જલોટાના સંબંધની વાત અમારા માટે શોકથી કમ નહોતી'

આ પહેલા કેસરે કહ્યુ હતુ કે આ વાત જરૂર મારા માટે ચોંકાવનારી છે પરંતુ જ્યાં સુધી હું જસલીનને મળી ન લઉ ત્યાં સુધી તેની પર્સનલ લાઈફ પર કોઈ કમેન્ટ નથી કરવા ઈચ્છતો. જો કે તેમણે એ જરૂર કહ્યુ કે તે બંનેના સંબંધોને તે ક્યારેય નહિ સ્વીકારે. જસલીન મોટી થઈ ગઈ છે અને મારા દિલની ઘણી નજીક છે પરંતુ આનો અર્થ એ નહિ કે હું તેની દરેક વાત માની લઉ.'

‘જો તેણે ભૂલ કરી છે તો તેણે ભોગવવી પડશે'

‘જો તેણે ભૂલ કરી છે તો તેણે ભોગવવી પડશે'

ઠીક છે તેણે ભૂલ કરી છે તો તેણે ભોગવવી પડશે. આ તેનો નિર્ણય છે પરંતુ હું તેના આ નિર્ણય સાથે સંમત નથી. મને ક્યારેય જસલીન-જલોટાના સંબંધો પર શક નથી થયો. હું એમ સમજી રહ્યો હતો કે બંને ગુરુ-શિષ્ય બનીને શો માં જઈ રહ્યા છે. અમને શું ખબર હતી કે આ બધુ સાંભળવુ પડશે.

ખુલ્લેઆમ બિગ બોસ હાઉસમાં મળશે અનુપ-જસલીન

ખુલ્લેઆમ બિગ બોસ હાઉસમાં મળશે અનુપ-જસલીન

બિગ બોસ સિઝન 12 માં એન્ટ્રી કરતી વખતે અનુપ જલોટા અને જસલીન બંનેએ ખુલાસો કર્યો કે તે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમને ચોરી છૂપે મળવુ પડતુ હતુ હવે તે ખુલેઆમ મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X