• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્વેતા તિવારીની દિકરી પલકે તોડ્યુ મૌન, સાવકા પિતાની હરકતો જણાવી

|
Google Oneindia Gujarati News

કાલના સમાચાર અનુસાર શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ કરી છે. સાથે જ એવા પણ સમાચાર વહેતા થયા કે અભિનવ કોહલીએ શ્વેતાની 19 વર્ષની દિકરી પલકની જાતિય સતામણી કરી છે અને અશ્લિલ તસ્વીરો દેખાડી તેને મેન્ટલી ટોર્ચર આપતા હતા. જ્યારે શ્વેતા તિવારીની દિકરી પલકે આ તમામ વાતોનો ખુલાસો કર્યો છે.

પલકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી છે કે, તેમની માતા નહિં પણ તેમની સાથે ઘરેલું હિંસા થતી હતી. જો કે પલકે અભિનવ વિરુદ્ધના જાતિય સતામણીના આરોપો અંગે ખુલાસો કરતા લખ્યુ છે કે, આ માણસે આવું ક્યારેય કર્યુ નથી.

પલક તિવારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

પલક તિવારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

પલકે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે પહેલા તો હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે અમારા માટે ચિંતા દર્શાવી અને અમારા ખબર અને કુશળતાના સમાચાર જાણવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત એ પણ લખી છે કે, આ મામલે હું કેટલીક વાતોને તદ્દન સ્પષ્ટ કરી દેવા માંગુ છું જે મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે.

મિડિયાને ચેતવણી

મિડિયાને ચેતવણી

મિડિયા પાસે આ વિશે કોઈ માહિતી, કે કોઈ તથ્ય ન છે ન ક્યારે હશે. હું પલક તિવારી ઘણીવાર ઘરેલું હિંસાનો ભોગ બની છું નહિં કે મારી માતા. મારી માતા ઘરેલું હિંસાનો ભોગ માત્ર ત્યારે બની હતી કે જે દિવસે અમે ફરિયાદ કરી હતી.

મારી માતાએ બે લગ્નમાં બધુ જ આપ્યુ

મારી માતાએ બે લગ્નમાં બધુ જ આપ્યુ

કોઈ ખબર વાંચતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે, ચાર દિવાલ પાછળ કોઈ પરિવારમાં શું બની રહ્યુ છે તે કોઈ જાણી શકતુ નથી અથવા તો કોઈ જાણવા ઈચ્છતુ નથી. તમે કોઈના ઘર કે પરિવાર વિશે કંઈ લખી રહ્યા છો કે વાત કરી રહ્યા છો. કોઈના અંગત જીવન પર ચર્ચા કરી રહ્યા છો. હકીકતમાં પોતાના બંને લગ્નમાં મારી માતાએ પોતાનું બધુ જ અર્પણ કરી દીધુ હતુ.

ટિકા-ટિપ્પણીનો કોઈને હક નથી

ટિકા-ટિપ્પણીનો કોઈને હક નથી

તમારામાંથી ઘણા લોકોએ જોયું પણ નહિં હોય તેવી તકલીફોમાંથી મારી માતા પસાર થઈ છે. જેથી તમને ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. અથવા નકામા તથ્યોને આધારે તમને કોઈના જીવન પર ગૉસિપ કરવું શોભતુ નથી. આ તદ્દન ઓછી હરકત છે.

હું સ્પષ્ટતા કરુ છું

હું સ્પષ્ટતા કરુ છું

હવે સમય આપી ગયો છે કે હું મારી માતા માટે એક મજબૂત સહારો બનું. કારણ કે તે સૌથી મજબૂત વ્યકિત છે. મે તેમને દિવસ રાત જોઈ છે એટલે તેમની માટે ટિપ્પણી કરવાનો હક માત્ર હું ધરાવું છે અને માત્ર મારી વાત જ આધાર હોઈ શકે.

મારી જાતિય સતામણી નથી થઈ

મારી જાતિય સતામણી નથી થઈ

અભિનવ કોહલીએ ક્યારેય મને કોઈ ખોટી માનસિકતા સાથે અડવાનો પ્રયત્ન કર્યો નથી. તેમણે ક્યારેય મારી જાતિય સતામણી કરી નથી. કોઈ વાતને વિચારવા કે માનતા પહેલા તમારે એક પાઠકની દ્રષ્ટિએ વિચારવું નહિં કે આંધળાની જેમ ગમે તેની વાતનો ભરોસો કરવો.

ચારિત્ર્ય પર ઉછડ્યુ કિચડ

ચારિત્ર્ય પર ઉછડ્યુ કિચડ

જો કે ભલે મારી જાતિય સતામણી થઈ નથી, પણ તેમણે મને અને મારી માને એવી અનેક ટિપ્પણી કરી છે જે કોઈને પણ શરમ પમાડે તેવી છે. તેની મારી અને મારી માતા પર શું અસર થઈ તે જણાવી શકાય નહિં. કોઈપણ સ્ત્રી આવી વાત સાંભળે તો તે ભડકે જરૂર.

રોજ સાંભળી આવી વાતો

રોજ સાંભળી આવી વાતો

મારી મા અને મારા માટે એવા શબ્દો બોલવામાં આવ્યા જે એક સ્ત્રીની અસ્મિતા અને ચરિત્રને ઠેસ પહોંચાડે છે. તમે આવું કોઈ પુરુષથી ક્યારેય સાંભળવા ઈચ્છશો નહિં, તેમાં પણ ખાસ કરીને તમારા પિતા મોઢેથી. તમે અમારા વિશે રોજ વાંચો છો, પણ તે માત્ર અમારા જીવનના સંઘર્ષોને સમજવાનો અધિકાર આપે છે, તેના પર ટિપ્પણી કરવાનો નહિં.

મને મારી મા પર ગર્વ છે

મને મારી મા પર ગર્વ છે

આજે એક મજબૂત દિકરીની જેમ હું મારી માતા સાથે ઉભી છું અને તમને બધાને એ જણાવવા માંગુ છુ કે, મેં તેમના જેવી સમ્માનજનક સ્ત્રી મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. તે મારા જીવનમાં હંમેશા એક પુરુષની જગ્યાએ રહી અને ક્યારેય એક પુરુષને પોતાની જરૂરિયાતો પૂરીં કરવા માટે બીજા પુરુષની જરૂર પડી નથી.

લોકોનો મળ્યો સહકાર

લોકોનો મળ્યો સહકાર

પલકના ઈન્સ્ટાગ્રામ પરના ખાસ એક્ટર મિત્ર વિકાસ કલંત્રીએ પણ તેમના આ જવાબ સાથે સહમતિ આપી છે. વિકાસની પત્નીએ પણ કમેન્ટ કરતા લખ્યુ છે કે અમને તારા પર ગર્વ છે. તમારા માતા એક હીરો છે અને તુ એક જવાબદાર દિકરી છે.

શ્વેતા તિવારી અને અભિનવ કોહલીના વર્ષ 2013માં લગ્ન થયા હતા. બંનેને એક દિકરો છે રેયાંશ કોહલી. શ્વેતાએ આ લગ્ન પલકની રજા લઈને જ કર્યા હતા. પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની દિકરી છે. રાજા ચૌધરી અને શ્વેતાના છૂટાછેડા પણ ઘરેલું હિંસાના કારણે જ થયા હતા. ત્યાર બાદ શ્વેતાએ ઘણા વર્ષો બાદ અભિનવને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. અભિનવ અને શ્વેતાની મુલાકાત 'જાને ક્યા બાત હે' નામક સિરિયલના સેટ પર થઈ હતી, જ્યાં બંને દિયર-ભાભીનો રોલ ભજવી રહ્યા હતા.

English summary
Shweta Tiwari's daughter Palak Tiwari, has opened up on the domestic violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X