શ્વેતા તિવારીએ મારપીટ કરતા પતિ અભિનવ કોહલીનો વીડિયો શેર કર્યો
શ્વેતા તિવારીએ મારપીટ કરતા પતિ અભિનવ કોહલીનો વીડિયો શેર કર્યો
શ્વેતા તિવારી ખરોં કે ખિલાડીના શૂટિંગ પર જતાં જ તેના પતિ અભિનતવ કોહલીનું કહેવું હતું કે શ્વેતાએ તેના દીકરાને તેની મરજી વિરુદ્ધ કોરોનામાં બીજે ક્યાંક છોડીને ખુદ પૈસા કમાવવા જતી રહી છે. હવે શ્વેતા તિવારીએ અભિનવનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં અભિનવ કોહલી તેના બાળકો અને શ્વેતા સાથે મારપિટ કરતો જોવા મળી રહ્યો છે.

ધરપકડની માંગ ઉઠી
શ્વેતાનો આ વીડિયો જોઈ સૌકોઈ દંગ રહી ગયા છે. ટીવી જગતના લોકો પણ આ વીડિયો જોઈ દંગ રહી ગયા અને શ્વેતાનો સાથ આપી રહ્યા છે. એક્ટર- મોડલ વિકાસ કલંત્રીની પત્ની અને શ્વેતાની દોસ્ત પ્રિયંકાએ લખ્યું- આ માણસની ધરપકડ બહુ પહેલા થઈ જવી જોઈતી હતી. મુંબઈ પોલીસ પ્લીઝ શ્વેતાની મદદ કરો કેમ કે આ માણસ એક બાળકની જિંદગી બરબાદ કરી રહ્યો છે. શ્વેતા હું જાણું છું કે તું કેટલી મજબૂર છો અને કઈ રીતે આ માણસને સહન કરી રહી છો.

વીડિયો દ્વારા સત્ય જણાવ્યું
શ્વેતાએ એક વીડિયો જાહેર કરીને લખ્યું- હવે સત્ય બહાર આવવું જરૂરી બની ચૂક્યું છે. જો કે આ વીડિયો મારા અકાઉન્ટ પર હંમેશા નહિ રહે, હું જલદી જ તેને ડિલિટ કરી દઈશ. હું માત્ર સત્ય જણાવવા માટે આ પોસ્ટ કરી રહી છું અને બાદમાં ડિલિટ કરી દઈશ.

દીકરો ડરી ચૂક્યો હતો
સત્ય એ છે કે આ કારણે મારો દીકરો આ માણસથી ડરેલો રહે છે. આ ઘટના બાદ મારો દીકરો લગભગ એક મહિના સુધી ડરેલો રહ્યો હતો. એ એટલો ડરી જતો હતો કે રાત્રે ઊંઘતો પણ નહોતો.

પાપાથી પણ ડરે છે દીકરો
આ ઘટના બાદ મારા દીકરાના હાથમાં બે અઠવાડિયા સુધી દુખાવો રહ્યો હતો. હજી પણ તે પોતાના પપ્પાને મળવાથી અથવા તેના ઘરે આવવાથી ડરી જાય છે.

દીકરાને સારો માહોલ આપવાની કોશિશ
હું મારા દીકરાને આ માનસિક પજવણીથી પસાર ના થવા દઈ શકું. હું પૂરી કોશિશ કરું છું કે તે ખુશ, શાંત અને સુકૂનથી રહે. પરંતુ આ ભયાનક માણસ હંમેશા મારા બાળનું માનસિક સંતુલન બગાડવાની કોશિશ કરે છે.

શારીરિક પજવણી સામે અવાજ
શ્વેતાએ આ વીડિયો શેર કરતાં સવાલ પૂછતાં લખ્યું કે- જો આ શારીરિક પજવણી નથી તો શું છે? આ મારી સોસાઈટીના સીસીટીવી ફુટેજ છે.

દીકરી પલક સંભાળે છે
આની સાથે જ શ્વેતાએ પોતાના દીકરા રેયાંશનો એક વીડિયો શેર કર્યો જ્યાં તે ડરીને રજાઈમાં છૂપાઈ રહ્યો છે અને તેની દીકરી પલક રેયાંશને ના ડરવાની સલાહ આપી રહી છે.

ભયાનક માણસ સાથે જિંદગી વિતાવી
સાથે જ એક કાચના દરવાજા બહાર શ્વેતા અને અભિનવમાં કંઈક અણબણ થતી જોવા મળી રહી છે જેને શ્વેતાની દીકરી પલક કેમેરા પર રેકોર્ડ કરવાની કોશિશ કરતાં અભિનવને ભયાનક માણસ ગણાવી રહી છે.

લોકો ડરી ગયા
શ્વેતાનો આ વીડિયો જોતાં તેના સાથીઓએ તેનો સાથ આપ્યો છે. તેમની મિત્ર એકતા કપૂરે કોમેન્ટ કરતા લખ્યું- અત્યાર સુધી આ માણસને જેલમાં બંધ કેમ ના કરાયો? કિશ્વર મર્ચેન્ટ દંગ છે કે બાકીના લોકો શ્વેતા સાથે થઈ રહેલ આ ઉત્પીડન ઉભા રહીને કઈ રીતે જોઈ શકે છે?

મિત્રો સાથ આપી રહ્યા
બિગબૉસમાં શ્વેતા સાથે પ્રતિભાગી રહી ચૂકેલ અશ્મિત પટેલે પણ આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું- મજબૂત બની રે બહેન. તને ઘણો બધો પ્રેમ મોકલી રહ્યો છું.

મજબૂત રહેવાની સલાહ
એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે પણ કોમેન્ટ કરી- એક માને તેના બાળક માટે યોગ્ય છે તે ખબર હોય છે. મજબૂત બની રહે શ્વેતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
