કપિલ સાઇડ પર, હવે કીકૂ લડી રહ્યાં છે ભારતી અને સુનીલ સાથે..

Written By:
Subscribe to Oneindia News

'ધ કપિલ શર્મા શો'ના ખરાબ દિવસો પૂરા થવાનું નામ જ નથી લેતાં. શોમાંથી સુનીલ ગ્રોવરની એક્ઝિટ બાદ જાણે 'ધ કપિલ શર્મા શો' પર પનોતી બેઠી છે. થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, સુનીલની પાછળ-પાછળ શોને અલવિદા કહેનાર કપિલના નાનપણના મિત્ર ચંદન પ્રભાકર શોમાં પરત ફર્યા છે. ત્યાર બાદ વાજતે-ગાજતે શોમાં કોમેડિયન ભારતીની એન્ટ્રી કરવામાં આવી હતી.

'ધ કપિલ શર્મા શો'માં ભારતી

'ધ કપિલ શર્મા શો'માં ભારતી

ગત અઠવાડિયે જ 'ધ કપિલ શર્મા શો'માં કોમેડિયન ભારતીની એન્ટ્રી બતાવવામાં આવી હતી. ભારતી કપિલની આખી ટીમ પર ભારે પડતી જોવા મળી હતી. કપિલ શર્મા શોની ટીઆરપી વધારવા માટે શોમાં ભારતીને લવાઇ હોવાનું કહેવાઇ રહ્યું છે, પરંતુ તેની એન્ટ્રીથી કીકૂ શારદા ખુશ નથી.

ભારતી વિ. કીકૂ શારદા

ભારતી વિ. કીકૂ શારદા

પલક અને બમ્પર લોટરી જેવા પાત્રોમાં જોવા મળતાં કીકૂ શારદા અને ભારતી વચ્ચેની કોલ્ડ વોર ઘણી જૂની છે. આ પહેલાં બંન્ને 'કોમેડી સર્કસ'માં સાથે જોવા મળ્યા હતા. ભારતી કીકૂ સાથે એક્ટ કરવામાં બિલકુલ કમ્ફર્ટેબલ નહોતી, જે કારણે આખરે કીકૂએ શોને અલવિદા કહી દીધું હોવાનું કહેવાય છે.

કપિલની ટીમમાં ફરી થશે વિવાદ?

કપિલની ટીમમાં ફરી થશે વિવાદ?

ત્યાર બાદ ભારતી અને કીકૂએ ક્યારેય પોતાની વચ્ચેની કોલ્ડ વોર સમાપ્ત કરવાનો પ્રયાસ નથી કર્યો. હવે 'ધ કપિલ શર્મા શો'માં ભારતીની એન્ટ્રી બાદ તેઓ એકબીજાને વધુ ઇગ્નોર નહીં કરી શકે. આશા રાખીએ કે, કપિલની ટીમમાં આ કારણે કોઇ નવો વિવાદ ઊભો ન થાય.

સુનીલ-કિપલ વોરમાં કપિલની જીત

સુનીલ-કિપલ વોરમાં કપિલની જીત

થોડા સમય પહેલાં જ સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે 'સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ' નામનો મહાએપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પછી' ધ કપિલ શર્મા શો' ટેલિકાસ્ટ થયો હતો. 'ટ્યૂબલાઇટ' કરતાં કપિલના શોને ટીઆરપી વધુ મળી હતી, આ માટે એક ફેને ટ્વીટર પર કપિલ શર્મા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

કીકૂનો જવાબ

આ ફેનને જવાબ આપતાં કીકૂએ ટ્વીટ કર્યું હતું, ભગવાન દયાવાન છે. કીકૂના ટ્વીટને કારણે હવે તે સુનીલ ગ્રોવર, અલી અસગર અને સુગંધા મિશ્રાની બ્લેક લિસ્ટમાં આવી ગયા છે. આ ત્રણેયનું માનવું છે કે, ઇન્ડિયા-પાકિસ્તાનની ફાઇનલ મેચને કારણે તેઓ પોતાના મહા-એપિસોડને બરાબર પ્રમોટ નહોતા કરી શક્યા અને આથી જ આ એપિસોડની ટીઆરપી ઓછી રહી.

English summary
Sunil Grover, Ali Asgar and Sungandha Mishra are upset with Kikoo Sharda's tweet. Bharti and Kikoo Sharda's cold war is continued on the sets of The Kapil Sharma Show. Read details here.
Please Wait while comments are loading...