કપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવરના એક ટ્વીટથી કપિલના શોમાં કમબેકની અટકળો લગાવા લાગી છે જેના પર સુનીલે પોતાનુ મૌન તોડ્યુ છે.
કૉમેડિયન સુનીલ ગ્રોવરને ધ કપિલ શર્મા શો છોડે ઘણો સમય થઈ ગયો છે. આ શોમાં સુનીલ દ્વારા નિભાવવામાં આવેલ ગુત્થીની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફેન્સ આજે પણ ઈચ્છે છે કે સુનીલ ગુત્થીની ભૂમિકામાં કપિલના શોમાં પાછા આવે. સુનીલનો ગુત્થીવાળી સ્ટાઈલ હોય કે ડૉક્ટર ગુલાટીવાળો અંદાજ, સુનીલ ગ્રોવરે દર્શકોને આનાથી બહુ લોટપોટ કર્યા. વળી, તેમના એક ટ્વીટથી કપિલના શોમાં કમબેકની અટકળો લગાવા લાગી છે જેના પર સુનીલે પોતાનુ મૌન તોડ્યુ છે.

સુનીલના આ ટ્વીટથી અટકળોનુ બજાર ગરમ
કપિલ શર્મા સાથે મનમોટાવ બાદ સુનીલ ગ્રોવરે તેમનો શો છોડી દીધો હતો. આ દરમિયાન ફેન્સે તેમને ઘણા મિસ પણ કર્યા. પરંતુ હવે સુનીલ ગ્રોવરે ટ્વીટ કરીને સંકેત આપ્યા કે તે ધ કપિલ શર્માના શોમાં કમબેક કરી શકે છે. સુનીલ ગ્રોવરે લખ્યુ, ‘બધુ પાછુ આવવાનું છે, કંઈ પણ હંમેશા માટે નથી રહેતુ, તો બસ આભાર વ્યક્ત કરો કારણકે આ જ ચાવી છે અને ખૂબ હસો...બાકી મારા પતિ મને...'
|
સુનીલે અટકળોને ફગાવી
સુનીલના આ ટ્વીટથી અંદાજો લગાવા લાગ્યો કે તે કપિલ શર્માના શોમાં કમબેક કરી શકે છે. વાસ્તવમાં કપિલના શોમાં ગુત્થી આ લાઈન બોલતી હતી અને આ તેનો બહુ ફેમસ ડાયલૉગ છે - મારા પતિ મને પ્રેમ નથી કરતા. આ લાઈન પર સુનીલનુ એક ગીત પણ આવી ચૂક્યુ છે. જો કે કપિલના શોમાં કમબેકની અટકળોને સુનીલે ફગાવી દીધી છે. સુનીલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યુ કે તે કપિલના શોમાં કમબેક નથી કરી રહ્યા પરંતુ તે પોતાની અપકમિંગ વેબસીરિઝના શૂટિંગમાં બિઝી છે.

ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે સુનીલ ગ્રોવર
જેટલા જબરદસ્ત કૉમેડિયન છે એટલા જ શાનદાર એક્ટર પણ છે સુનીલ ગ્રોવર. અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકમાં સુનીલ ગ્રોવરે શાનદાર એક્ટિંગ કરી હતી. જ્યારે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગીમાં પણ તેમણે શ્રદ્ધાના પિતાની ભૂમિકા નિભાવી હતી. વળી, સુનીલ આ વર્ષે રીલિઝ થયેલા ફિલ્મ ભારતમાં સલમાન ખાનના દોસ્તની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
