For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા વાકાણીના થયા બુરા હાલ! બાળકને લઈને રડતી દેખાઈ, જાણો શું છે સમગ્ર મામલો

દિશા વાકાણીનો એક વીડયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક બાળકને ખોળામાં લઈને રડી રહી છે. આવો જાણીએ સમગ્ર મામલો.

|
Google Oneindia Gujarati News

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ દયા બેન એટલે કે દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક નાના બાળકને પકડીને આજીજી કરી રહી છે, દિશાની હાલત જોઈને લાગી રહ્યુ છે કે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, આવો જાણીએ દિશા વાકાણીને શું થયુ છે અને તેના ખોળામાં બાળક કોણ છે?

દિશા વાકાણીએ છોડ્યો હતો શો

દિશા વાકાણીએ છોડ્યો હતો શો

તારક મહેતા કા ઉલટા ચશ્મા શો દિશા વાકાણીએ છોડ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ પરેશાન છે અને સોશિયલ મીડિયા પર તેની વાપસીની ભારે માંગ છે. એવા અહેવાલો હતા કે શો છોડવાનું કારણ તેની ગર્ભાવસ્થા હતી. ત્યારબાદ સમાચાર એવા પણ આવ્યા કે દિશા વાકાણીએ બાળકને જન્મ આપ્યો છે. આ દરમિયાન તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક નાના બાળક સાથે જોવા મળી રહી છે.

ચિંતામાં દેખાઈ દિશા વાકાણી

ચિંતામાં દેખાઈ દિશા વાકાણી

આ વીડિયોમાં તે ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે. ખોળામાં રહેલુ બાળક પણ ખૂબ રડી રહ્યુ છે. તમે બીજુ કંઈ વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે આ સીન 2008ની ફિલ્મ કે કંપનીનો છે. આ ફિલ્મમાં તુષાર કપૂર અને અનુપમ ખેર મહત્વની ભૂમિકામાં હતા. તુષાર એક પત્રકાર છે, જે દિશા વાકાણીની અગ્નિપરીક્ષાને દુનિયા સમક્ષ વર્ણવી રહ્યો છે.

શું છે વીડિયોની સચ્ચાઈ

શું છે વીડિયોની સચ્ચાઈ

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા પહેલા દિશા અને અન્ય પાત્રો ઘણી ફિલ્મો, સીરિયલો અને જાહેરાતોમાં જોવા મળી ચૂક્યા છે. પરંતુ તે સમયે લોકોએ તેમની ભૂમિકા પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ નહોતુ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આ નાના પાત્રોને સાચી ઓળખ આપી.

તારક મહેતા કા ઉલટા ચશ્માને 15 વર્ષ પૂરા

તારક મહેતા કા ઉલટા ચશ્માને 15 વર્ષ પૂરા

તારક મહેતા શો વિશે વાત કરીએ તો શોને 15 વર્ષ પૂરા થયા છે. દિશા વાકાણી 2017થી આ સીરિયલમાં જોવા મળી નથી. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે તેણે પુત્રને જન્મ આપ્યો છે. ત્યારથી, તે લોકપ્રિય શોમાં દિશાની વાપસીની અટકળો ચાલી રહી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી આ પ્રકારનુ કોઈ નિવેદન બહાર આવ્યુ નથી.

ડાયરેક્ટરે પણ છોડ્યો શો

ડાયરેક્ટરે પણ છોડ્યો શો

એક સમાચાર એવા પણ આવ્યા હતા કે શોના ડાયરેક્ટર માલવ રાજડાએ શોને અલવિદા કહી દીધુ છે. અહેવાલો મુજબ તેમને પ્રોડક્શન ટીમ સાથે થોડો અણબનાવ હતો. પરંતુ માલવ રાજડાએ પોતે એક નિવેદન જારી કરીને કહ્યુ કે આવુ કંઈ નથી. શોના નિર્માતાઓ અને આખી ટીમ સાથે તેની ટર્મસ ઘણી સારી છે. તેણે તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

English summary
Taarak mehta ka ooltah chashmah fame Dayaben aka Disha Vakani crying video viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X