'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ની આ અભિનેત્રી 9 વર્ષ નાના ટપુને કરી રહી છે ડેટ, સેટ પર બધાને છે ખબર
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના સેટ પર હાલમાં એક લવ સ્ટોરી ચર્ચામાં છે. જાણો કઈ લવ સ્ટોરી છે ચર્ચામાં.
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' દરેક ઘરનો મનપસંદ ટીવી શો છે. આ શો 13 વર્ષથી લોકોનુ મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના સેટ પર હાલમાં એક લવ સ્ટોરી ચર્ચામાં છે. ઈટાઈમ્સના જણાવ્યા મુજબ સીરિયાલમાં બબીતાની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા અને ટપુની ભૂમિકા નિભાવનાર રાજ ઉનડકટ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

તે માત્ર સારા દોસ્ત નથી પરંતુ એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે
ઈટાઈમ્સના જણાવ્યા મુજબ મુનમુન દત્તા અને રાજ ઉનડકટ વચ્ચેનો પ્રેમ પરવાન ચડી રહ્યો છે. મુનમુનના ઈન્સ્ટાગ્રામ પર રાજ દ્વારા કરવામાં આવેલ કમેન્ટસથી લોકોને તેમના રિલેશન વિશે વિચારવા પર મજબૂર કરી દીધા છે. હવે એ જાણવા મળ્યુ છે કે તે માત્ર સારા દોસ્ત નથી પરંતુ એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. ટીમ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના દરેક સભ્ય આનાથી વાકેફ છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યુ છે. આ મામલે જોડાયેલા એક સૂત્રનુ કહેવુ છે કે તેમના પરિવારને આ રિલેશન વિશે ખબર છે.

મુનમુનથી 9 વર્ષ નાનો છે ટપુ
સૂત્રએ આગળ જણાવ્યુ કે સેટ પર તેમના રિલેશનને લઈને કોઈ તેમને ચિડવતુ નથી. તે એકબીજા સાથે સમય પસાર કરવાની કોશિશ નથી કરતા. આ પ્રેમ કહાની વાસ્તવમાં જૂની છે. હવે દરેકને આશ્ચર્ય થાય છે કે આ આજ સુધી સામે કેમ ન આવી. તમને જાણીને નવાઈ લાગશે કે મુનમુન અને રાજ વચ્ચે 9 વર્ષનુ અંતર છે. રાજ 24 વર્ષનો છે અને મુનમુન 33 વર્ષની છે. મુનમુનને લઈને વચ્ચે એ પણ સમાચાર ફેલાયા હતા કે તેણે શો છોડી દીધો છે. જો કે બાદમાં મુનમુને આ સમાચારોનુ ખંડન જાતે કરીને કહ્યુ હતુ કે તે શો નથી છોડી રહી.

હાલમાં જ મુનમુન સેટે સેટ પર કરી વાપસી
મુનમુન દત્તાએ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં વાપસી કરી લીધી છે અને તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. મુનમુન દત્તા શોમાં બબીતાજીની ભૂમિકા નિભાવી રહી છે. મુનમુન દત્તાની હાલમાં જ સેટ એન્ટ્રી જોઈને આખી ટીમ ચોંકી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારથી મુનમુન સેટ પર પાછી આવી છે ત્યારથી તેનુ વલણ બદલાઈ ચૂક્યુ છે. હવે તે સેટ પર બધા લોકો સાથે પ્રેમથી વાત કરે છે જે પહેલા મિસિંગ હતુ. ટીમ તેના બદલાયેલા વર્તનથી આશ્ચર્યમાં છે. રાજની વાત કરીએ તો તેણે ટપુના રોલમાં ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે.

કરોડોની સંપત્તિની માલિક છે બબીતાજી
સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાનો ગ્લેમરસ અવતાર ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મુનમુન દત્તાએ જણાવ્યુ હતુ કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે એક્ટિંગ કરી ચૂકી હતી. ત્યારે તેને પહેલી સેલેરી 125 રૂપિયા મળી હતી. મુનમુન દત્તાએ ટીવીની દુનિયામાં વર્ષ 2005માં પગ મૂક્યો. મુનમુન દત્તા અત્યારે એક એપિસોડ માટે 35થી 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ મુજબ મુનમુન દત્તા પાસે 14 કરોડની કુલ સંપત્તિ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
