ટીવી સ્ટાર્સ મુસીબતમાં! કપિલ, અદા બાદ અર્જુન અને નકુલનો વારો

Written By:
Subscribe to Oneindia News

ટેલિવિઝન એક્ટર્સની લોકપ્રિયતા પણ આજ-કાલ બોલિવૂડ સિતારાઓની માફક આભને આંબી રહી છે. જો કે, ડેઇલી સોપમાં કામ કરતાં ટીવી સ્ટાર્સે ઘણું વધારે કામ કરવું પડે છે. બીઝી શેડ્યુલ અને વર્કઆઉટ સેશનન્સને કારણે તેમને આરામનો બિલકુલ સમય નથી મળતો, વળી પરફોમન્સનું સ્ટ્રેસ તો છે જ. જેની ખરાબ અસર તેમની તબિયત પર પડે છે.

કપિલ શર્મા

કપિલ શર્મા

થોડા દિવસ પહેલાં જ કપિલ શર્માને ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર સાથેના વિવાદ બાદ કપિલનો શો અને સ્ટારડમ બંન્ને જોખમમાં મુકાયા હતા. સેટ પર પહોંચેલ કપિલને અચાનક નબળાઇ લાગતાં શૂટિંગ કેન્સલ કરી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

અદા ખાન

અદા ખાન

કપિલ શર્માના સમાચાર આવ્યા તેના લગભગ બીજા દિવસે જ નાગિન 2ની એક્ટ્રેસ અદા ખાનને પણ હોસ્પિલમાં એડમિટ કરાઇ હોવાના સમાચર આવ્યા હતા. અદા ખાનને અચાનક પેટમાં તીવ્ર પીડા ઉપડતાં તેને હોસ્પિટલમાં એડમિટ કરાઇ હતી. જો કે, તે સાંજે ફરી પાછી સેટ પર શૂટિંગ માટે પહોંચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, નાગિન 2 અને ધ કપિલ શર્મા શો ટીવીના ટોપ ટીઆરપી મેળવતા શોઝ છે.

અર્જુન બિજલાની

અર્જુન બિજલાની

તાજા સમચાર અનુસાર, અર્જુન બિજલાની પોતાના શોના સેટ પર જ બેભાન થઇ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરદેસ મેં હે મેરા દિલ શોમાં લીડ રોલમાં જોવા મળતા અર્જુન બિજલાનીને ડોક્ટર્સે 4 દિવસ બેડ રેસ્ટ લેવાની સલાહ આપી છે. સૂત્રો અનુસાર, અર્જુનની તબિત છેલ્લા એક અઠવાડિયાથી બગડી હતી, પરંતુ તેણે દવાની ગોળીઓ લઇ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. આથી આરામના અભાવને કારણે તેની તબિયત વધુ બગડી હતી.

નકુલ મહેતા

નકુલ મહેતા

ઇશ્કબાઝના શિવાય એટલે કે નકુલ મહેતાની તબિયતને કંઇ નથી થયું, પરંતુ તેમને એક ઓલા કેબ ડ્રાઇવર તરફથી ખૂબ ખરાબ અનુભવ થયો છે. તેમણે પોતાનો અનુભવ ટ્વીટર પર વર્ણવતાં ઓલાને આ ડ્રાઇવર સામે કડક પગલાં લેવાની વાત કરી છે. નકુલ ઓલા કેબમાં બેઠા હતા ત્યારે તેમને કેબ ડ્રાઇવરે અચાનક જ એક શાર્પ ટર્ન લેતાં તેમને ઓવરટેક કરનાર ગાડીથી આગળ નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી ગાડીમાં બેઠેલ ડ્રાઇવર સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી.

ઉદ્ધત ડ્રાઇવર

નકુલે જ્યારે તે ડ્રાઇવરને ટોક્યો તો ડ્રાઇવર નકુલ પર ભડકી ગયો. આખરે આર્ગ્યુમેન્ટનો અંત લાવતાં નકુલે ડ્રાઇવરને રેશ ડ્રાઇવિંગ ન કરતાં શાંતિથી તેમને ડેસ્ટિનેશન પર પહોંચાડવાનું કહ્યું. પરંતુ ડ્રાઇવર એટલો ગુસ્સામાં હતો કે તેણે રસ્તામાં જ ગાડી રોકી નકુલને તાત્કાલિક ઉતરી જવા કહ્યું. આખરે નકુલે બીજી ઓલા કેબ બુક કરી અને બીજી કાર આવે ત્યાં સુધી તે ગાડીમાં જ રાહ જોતા હતા. આ દરમિયાન પણ ડ્રાઇવરની નકુલ સાથે ગેર-વર્તણૂક ચાલુ જ હતી.

English summary
Television stars in trouble! After Kapil Sharma and Adaa Khan, it's Arjun Bijlani and Nakul Mehta's turn.
Please Wait while comments are loading...