કપિલ અને કૃષ્ણા અભિષેકની દોસ્તી, ફેન્સ માટે શાનદાર ધમાકો
કપિલ શર્માનો નવો શૉ ભલે દિવાળી પર રિલીઝ નહીં થઇ રહ્યો હોય પરંતુ તેની સાથે જોડાયેલી ખબર દિવાળીના બૉમ્બ કરતા બિલકુલ પણ ઓછી નથી.
ધ કપિલ શર્મા શૉ કમબેક કરી રહ્યો છે. પરંતુ આ વખતનું કમબેક બધાને ચોંકાવી દેશે. કપિલ શર્માનો નવો શૉ ભલે દિવાળી પર રિલીઝ નહીં થઇ રહ્યો હોય પરંતુ તેની સાથે જોડાયેલી ખબર દિવાળીના બૉમ્બ કરતા બિલકુલ પણ ઓછી નથી.
એવી ખબર છે કે કપિલ શર્મા પોતાનો શૉ આ વર્ષના અંતમાં લોન્ચ કરી શકે છે. આ વખતે કપિલ શર્માનો સાથ આપવા માટે કિકુ શારદા અને સુમોના ચક્રવર્તી બિલકુલ તૈયાર છે.
પરંતુ કોમેડિયન ભારતી સિંહ ઘ્વારા કન્ફર્મ સમાચાર આપવામાં આવ્યા છે કે આ વખતે ધ કપિલ શર્મા શૉ મોટા સ્તર પર અને બીજા ઘણા મોટો કેમેડિયન સાથે આવશે.
હવે આ શૉ સાથે જોડાયેલી વધુ એક ખબર આવી રહી છે કે ભારતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક પણ આ શૉનો હિસ્સો બની શકે છે. સોની ચેનલ આ વખતે કોઈ પણ પ્રકારની ચાન્સ ગુમાવવા નથી માંગતી. એટલે આ વખતે કપિલ પોતાના કમબેક પર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે તૈયાર નથી.
અહીં જુઓ સુમોના ચક્રવતીની બોલ્ડ તસવીરો અને કેટલીક રસપ્રદ જાણકારીઓ...

સૌથી મોટી ફેન
સુમોના ચક્રવતી પોતાના કો-સ્ટાર કપિલ શર્માની સૌથી મોટી ફેન પણ છે.

પ્રેરણા
સુમોના ચક્રવતી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને પોતાની પ્રેરણા માને છે.

નેગેટિવ
સુમોના ચક્રવતી બડે અચ્છે લગતે હૈ સીરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે. તેને આ સીરિયલમાં રામ કપૂરની બહેનનો નેગેટિવ રોલ કર્યો હતો.

રણબીર કપૂર સાથે
સુમોના ઘણી ટીવી સિરિયલની સાથે સાથે રણબીર કપૂરની ફિલ્મ બર્ફીમાં પણ જોવા મળી ચુકી છે.

સલમાન ખાન સાથે
સુમોના સુપરસ્ટાર સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને જેકલીનની મિત્રનો રોલ કર્યો હતો.

આમિર ખાન સાથે
સુમોના ચક્રવતી બોલિવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ મન માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી.

કોમેડી સર્કસ
સુમોના સતત કપિલ શર્મા શૉ સાથે જોડાયેલી હતી. તે કપિલ શર્મા સાથે કોમેડી સર્કસથી કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
