ગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock!

કપિલ અને ગિન્નીના લગ્ન અંગેના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કપિલે એ વાત સ્વીકારી કે ગિન્નીના પિતાએ કપિલ સાથે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો.

કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બરે થવા જઈ રહ્યા છે. હમણા થોડા દિવસો પહેલા જ કપિલે પોતાના ફેન્સ સાથે પોતાના લગ્નનું પહેલુ કાર્ડ શેર કર્યુ હતુ. પરંતુ કપિલ અને ગિન્નીના લગ્ન અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ તો હકીકત છે કે કપિલનુ જીવન ઘણા વિવાદોથી ભરેલુ રહ્યુ. આવુ જ કંઈક થયુ જ્યારે વાત તેમની અને ગિન્નીના લગ્નની આવી. શું આપ જાણો છો કે ગિન્ની અને કપિલની સ્ટોરી ઘણી ફિલ્મી છે. તમે એમ પણ કહી શકો કે કપિલ માટે ગિન્ની સાથે લગ્ન કરવા એટલા સરળ નથી રહ્યા જેટલા દેખાઈ રહ્યા છે.

કપિલ સાથે લગ્ન માટે કર્યો ઈનકાર

કપિલ સાથે લગ્ન માટે કર્યો ઈનકાર

થોડા દિવસો પહેલા કપિલે એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં ઘણા ખુલાસા કર્યા છે. કપિલે એ વાત સ્વીકારી કે ગિન્નીના પિતાએ કપિલ સાથે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો.

ગિન્નીના પિતાજીએ ખૂબ પ્રેમથી શટ અપ કહી દીધુ

ગિન્નીના પિતાજીએ ખૂબ પ્રેમથી શટ અપ કહી દીધુ

કપિલે પોતાના લગ્ન પરથી પડદો ઉઠાવતા કહ્યુ કે જ્યારો હું સારુ કમાવા લાગ્યો, મારુ કામ ઠીક ઠાક ચાલવા લાગ્યુ તો મારી મા ગિન્નીના ઘરે લગ્નની વાત લઈને ગઈ હતી. ગિન્નીના પિતાજીએ ખૂબ પ્રેમથી શટ અપ કહી દીધુ હતુ. ત્યારબાદ હું મુંબઈમાં મારા કામમાં બિઝી થઈ ગયો હતો. તે દરમિયાન ગિન્ની એમબીએનો અભ્યાસ કરી રહી હતી. ગિન્નીએ પોતાનો અભ્યાસ માત્ર લગ્નના પ્રપોઝલને ટાળવા માટે ચાલુ રાખ્યો. પછી શું, તે દરમિયાન હું મુંબઈમાં સેટલ થઈ ગયો. મારા જીવનમાં ઘણુ બધુ બદલાવા લાગ્યુ હતુ.

ગિન્નીએ મને ક્યારેય પરેશાન નથી કર્યો

ગિન્નીએ મને ક્યારેય પરેશાન નથી કર્યો

મારી પાસે કોઈ પણ વસ્તુ માટે સમય નહોતો. ત્યારે મે અનુભવ્યુ કે આટલુ બધુ થવા છતાં ગિન્નીએ મને ક્યારેય પરેશાન નથી કર્યો. તેણે મને ક્યારેય ડિસ્ટર્બ નથી કર્યો. આટલી ધીરજ કોઈનામાં કેવી રીતે હોઈ શકે છે. ત્યારે મે વિચાર્યુ કે લગ્ન માટે આ જ સાચો સમય છે.

ગિન્નીનો ખુલાસો

ગિન્નીનો ખુલાસો

ગિન્નીએ કપિલ વિશે વાત કરતા સમાચારપત્રને કહ્યુ કે કપિલ એક ખૂબ જ સારા વ્યક્તિ છે. ખૂબ કેરિંગ છે. તેમના જેવુ કોઈ નથી. હું ઈચ્છુ તો પણ કપિલથી વધુ સારો કોઈ છોકરો શોધી ના શકતી.

કરોડોની દોલત

કરોડોની દોલત

કપિલ ભલે હાલમાં કેરિયરમાં ઉતાર ચઢાવ જોઈ રહ્યા છે. તેમછતાં કપિલ પાસે બીએમડબ્લ્યુ અને આઉડી જેવી શાનદાર કાર છે. મુંબઈમાં ઘરની સાથે પંજાબમાં તેમનુ ફાર્મ હાઉસ પણ છે. 2014 બાદ તેમણે સતત કરોડોની કમાણી કરી છે.

13 વર્ષ પહેલા મુલાકાત

13 વર્ષ પહેલા મુલાકાત

કપિલ અને ગિન્ની વચ્ચે 13 વર્ષ જૂનો સંબંધ છે. 2005માં કપિલ જ્યારે આઈપીજે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની મુલાકાત ગિન્ની સાથે થઈ હતી. ગિન્ની ત્યારે 19 અને કપિલ 24 વર્ષના હતા. ગિન્ની ત્યારથી કપિલને પસંદ કરવા લાગી હતી. તે કપિલ માટે જમવાનુ લઈને આવતી હતી.

ગિન્ની સાથે તોડી દીધો હતો સંબંધ

ગિન્ની સાથે તોડી દીધો હતો સંબંધ

લાફ્ટર ચેલેન્જમાં રિજેક્ટ થયા બાદ મે ગિન્ની સાથે સંબંધ તોડી દીધો હતો. મે તેમને કહ્યુ હતુ કે મને ફરીથી ફોન ના કરતા. તેણે મને ક્યારેય ફોન ન કર્યો. તે ફાઈનાન્શિયલી મારા કરતા વધુ સારા ઘરમાંથી હતી. અમારી કાસ્ટ પણ અલગ હતી.

લગ્ન પછીનો પ્લાન

લગ્ન પછીનો પ્લાન

10 ડિસેમ્બરથી કપિલ અને ગિન્નીના લગ્ન શરૂ થઈ જશે. આની શરૂઆત ચૂડા સેરેમની, મહેંદી અને કોકટેલથી થશે. 14 ડિસેમ્બરના રોજ લગ્ન થશે. ત્યારબાદ કપિલ પોતાના નવા શોના લોન્ચમાં સંપૂર્ણપણે લાગી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X