Big Boss: અનૂપ જલોટાએ આ ગુજરાતી છોકરી સાથે કર્યાં હતાં પહેલાં લગ્ન

Big Boss: અનૂપ જલોટાએ ગુજરાતી છોકરી સાથે કર્યાં હતાં પહેલાં લગ્ન પણ...

મુંબઈઃ કલર્સ ટીવીના વિવાદિત પણ મશહૂર શો બિગ બૉસની 12 સિઝન ચાલી રહી છે. શોના પહેલા દિવસથી લઈને આજ સુધી ભજન સમ્રાટ અનૂપ જલોટા અને એની પ્રેમિકા જસલીન મથારૂનો ઝલવો યથાવત છે. સૌશિયલ મીડિયા પર અત્યારે બંનેની જોડીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

પૂર્વ પત્નીએ ચુપ્પી તોડી

પૂર્વ પત્નીએ ચુપ્પી તોડી

કેટલાક યૂઝર્સ અનૂપ-જલીનની જોી પર ફની કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો માટે આ રિલેશનશીપ પચાવવી સહેલી નથી. હવે અનૂપ જોટાલાની પૂર્વ પત્ની સોનાલી રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે, એમને જ્યારે આ સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે હવે હું અનૂપ વિશે કેમ વિચારું? હું એ સંબંધથી બહુ આગળ નીકળી ગઈ છું, અને મારી જિંદગીમાં બહુ ખુશ છું. જો કે સોનાલીએ કહ્યું કે અનૂપને એમના આગામી સમય માટે શુભકામના પાઠવું છું.

અનૂપ જલોટાની પહેલી પત્ની સોનાલી જ હતી

અનૂપ જલોટાની પહેલી પત્ની સોનાલી જ હતી

જણાવી દઈએ કે અનૂપ જલોટાની પહેલી પત્ની સોનાલી હતી, તે પણ એક સમયે અનૂપની શિષ્યા જ હતી, સંગીત શીખતા-શીખતા સોનાલીને અનૂપ સાથે પ્રેમ થઈ ગયો હતો જેથી બંનેએ લગ્ન કરી લેવાનું વિચાર્યું પરંતુ સોનાલી ગુજરાતી હતી એટલે અનૂપના પરિજનો આ લગ્ન માટે ન માન્યા.

બંનેએ ભાગીને લગ્ન કર્યાં

બંનેએ ભાગીને લગ્ન કર્યાં

ઘરવાળાં ન માનતાં બંનેએ ભાગીને લગ્ન કરી લીધાં પરંતુ લગ્નના થોડા સમય બાદ જ બંનેના રસ્તા અલગ થઈ ગયા અને બંનેએ તલાક લઈ લીધા. તલાક બાદ સોનાલીએ પ્રખ્યાત સિંગર રૂપ કુમાર રાઠોડ સાથે લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે અનૂપ જલોટાએ ત્રણવાર લગ્ન કર્યાં છે.

બીના ભાટિયા સાથે બીજાં લગ્ન

બીના ભાટિયા સાથે બીજાં લગ્ન

સોનાલી બાદ અનૂપે બીના ભાટિયા સાથે બીજાં લગ્ન કર્યાં, આ અરેન્જ મેરેજ હતાં પરંતુ એ લગ્ન પણ લાંબો સમય ન ટકી શક્યાં. બાદમાં તેમણે મેઘા ગુજરાલ સાથે ત્રીજાં લગ્ન કર્યાં, જે પૂર્વ પીએમ આઈકે ગુજરાલની ભત્રીજી હતી, લીવર ખરાબ થઈ જતાં 2014માં મેઘા મૃત્યુ પામી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X