For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bye Bye 2014 : આ છે Top 10 ટીવી શો કે જેમણે ખૂબ મનોરંજન કર્યું...

|
Google Oneindia Gujarati News

આપણા ભારતમાં ભલે આખો પરિવાર આખો દિવસ કામમાં વ્યસ્ત રહે, પણ દિવસના અંતે સૌ મળી એક સાથે બેસે છે, ત્યારે સામાન્યતઃ પોતાના કોઇક મનપસંદ ટેલીવિઝન શો જોતા હોય છે. વર્ષો પહેલા ઈડિયટ બૉક્સ તરીકે ઓળખાતું આ બૉક્સ આજકાલ મનોરંજનનું સૌથી મોટુ અને મહત્વનું સાધન બની ચુક્યું છે. આજે ટીવીના શોખીન માત્ર મહિલાઓ જ નહીં, પણ તેમના પતિ, બાળકો અને સાસુ-સસરા પણ બની ગયાં છે.

એટલુ જ નહીં, આ ટીવી સીરિયલો માત્ર મનોરંજન જ નહીં, પણ સંબંધો સાથે જોડાયેલી અનેક એવી વાતો લોકોને શીખવી જાય છે કે જેને આપણે સામાન્ય રીતે ઇગ્નોર કરતા હોઇએ છીએ, જેમની તરફ આપણું ધ્યાન જ નથી જતું, પરંતુ આ શો ખૂબ જ સહજતા સાથે તેવી મહત્વની બાબતો આપણી સામે લઈ આવે છે.

તો આવો જાણીએ વર્ષ 2014માં કઈ-કઈ ટીવી સીરિયલોએ દર્શકોના દિલ જીત્યાં અને તેમને તેમના પરિવાર સાથે બેસી એક સ્વસ્થ મનોરંજન આપ્યું :

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

કપિલ શર્માનો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો લાંબા સમયથી દર્શકોનો મનપસંદ શો બની રહ્યો છે. આ શોએ હંમેશા દર્શકોનું મનોરંજન કર્યું છે. 2014માં પણ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો દર્શકોનો સૌથી મનપસંદ શો રહ્યો.

દીયા ઔર બાતી હમ

દીયા ઔર બાતી હમ

ભાભો તથા સંધ્યા વચ્ચેની રકઝક છતાં બંનેનો એક-બીજા માટે ઘેરો પ્રેમ, સૂરજ તેમજ સંધ્યાનો જીવનસાથી તરીકે દરેક પરિસ્થિતિમાં એક-બીજાનો સાથ આપવો પણ દર્શકોને બહુ ગમે છે. 2014ના ટૉપ 10 ટેલીવિઝન શોમાં દીયા ઔર બાતી હમ પણ સામેલ છે.

યે હૈં મોહબ્બતેં

યે હૈં મોહબ્બતેં

ઇશિતા (દિવ્યંકા ત્રિપાઠી) તથા રમન (કરણ પટેલ)ની પ્રણય કથાએ દર્શકોને શરુઆતથી બાંધી રાખી છે. ઇશિતા તથા રમન વચ્ચે તમામ ગેરસમજણો છતાં બંનેનું અંતે એક-બીજાની સાથે થઈ જવું લોકોને શીખવે છે કે કેટલીય મુશ્કેલીઓમાં પણ પોતાના પ્રેમ ઉપર ભરોસો રાખો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આટલા વર્ષો બાદ પણ આ શો ટૉપ 10 શોની યાદીમાં જળવાયેલો છે.

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા શોને ભલે ચાર વરસ થઈ ગયાં, પણ આ શો આજે પણ દર્શકોને ખૂબ ગમે છે.

જોધા અકબર

જોધા અકબર

ગત વર્ષે શરૂ થયેલ સ્ટાર પ્લસનો શો જોધા અકબર પહેલા જ સપ્તાહે ટૉપ ટીઆરપી ધરાવતા શોની યાદીમાં સામેલ થઈ ગયો હતો.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

અક્ષરા તથા નૈતિક વચ્ચેનો પ્રેમ, બંને પરિવારના સભ્યોમાં વસેલું સન્માન તથા આદર આજના માહોલમાં પણ શીખવાડે છે કે એક સાથે રહેવાથી જીવનની કેટલી બધી મુશ્કેલીઓ સરળતાથી ઉકેલાઈ જાય છે.

મહાભારત

મહાભારત

ઇતિહાસના પન્નોને ફેરવતા સ્ટાર પ્લસ પર શરૂ થયેલ શો મહાભારત દર્શકોને ખૂબ ગમ્યો. કૃષ્ણના ઉપદેશ તથા કૌરવ-પાંડવ યુદ્ધ દરમિયાન સાચા-ખોટાનું અનુમાન દર્શકોને જિંદગીના અનેક બોધપાઠ કરાવી ગયું.

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા શો ભલે બંધ થઈ ગયો, પણ આ શો ખતમ થયા બાદ પણ લોકો તેને યાદ કરે છે.

વીર કી અરદાસ વીરા

વીર કી અરદાસ વીરા

વીર કી અરદાસ વીરા 2014ના ટૉપ ટીવી શોની યાદીમાં સામેલ છે. વીરાનું પોતાના ભાઈ તેમજ પરિવાર પ્રત્યે પ્રેમ તેમજ સન્માન તેને દર્શકોના પરિવારનો ભાગ બનાવી ગયો.

English summary
Comedy Nights with Kapil, Jodha Akbar, Diya Or Bati Hum topped the list of top 10 tv shows. Here are the top 10 tv shows 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X