For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ફિલ્મ બની શકે, તેટલો મોંઘો છે તુમ્હારી પાખીનો પહેલો એપિસોડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 નવેમ્બર : નવી સીરિયલ તુમ્હારી પાખીમાં મુખ્ય ભૂમિકા ભજવતાં અભિનેતા ઇકબાલ ખાન ગૌરવ સાથે કહે છે કે આ નવા શોના પહેલા એપિસોડમાં એટલું બજેટ લાગ્યું છે કે તેનાથી એક મધ્યમ બજેટ ધરાવતી ફિલ્મ બની શકતી હતી.

ઇકબાલે શોના લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - મને નથી લાગતું કે કોઈએ ક્યારેય એક ટેલીવિઝન શો માટે આટલા સ્થળોએ શૂટિંગ કર્યું હશે. અમે પંચગિની, ઉદયપુર, ચિત્તૌડ, શિમલા તથા સતારા ખાતે શૂટિંગ કર્યું. આ એક અનોખો અનુભવ હતો. ઇકબાલ કહે છે - પ્રથમ એપિસોડ ઉપર વધારાના નાણા ખર્ચાયા છે. અમારા પ્રથમ એપિસોડનું બજેટ એક મધ્યમ બજેટની ફિલ્મ માટે પુરતુ થઈ પડત.

તુમ્હાર પાખી શોમાં પોતાની ભૂમિકા અંગે ઇકબાલ ખાને જણાવ્યું - તે હાલ ટેલીવિઝન ઉપર દેખાતા પાત્રોથી વિરુદ્ધ, ખૂબ જ વાસ્તવિક પાત્ર છે. આ પાત્રની એક સમસ્યા છે કે તે પોતાની છબી માટે ખૂબ સજાગ છે કે જેથી તેની સામે અનેક સમસ્યાઓ આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં અભિનેત્રી શ્રદ્ધા આર્ય પાખીના રોલમાં નજરે પડશે. આ સીરિયલ 11મી નવેમ્બરથી લાઇફ ઓકે ચૅનલ ઉપર રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થશે.

English summary
TV actor Iqbal Khan, who will be seen as the main lead in "Tumhari Paakhi", proudly announces that the budget of the first episode of the new show, shot at multiple locations, was enough to make a medium-budget movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X