જાણીતી ટીવી એક્ટ્રેસનો ચેજિંગ રૂમમાં બની રહ્યો હતો MMS
નવી દિલ્હી, 13 જુલાઇ: જાણીતી ટીવી એક્ટ્રેસને પોતાના મેકઅપ ટેબલની નીચે એક મોબાઇલ ફોન મળી આવતા કોઇ તેનો વીડિયો બનાવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ફોનમાંથી તેના ચેંજિંગ રૂમના કેટલાંક વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસે એક્ટ્રેસના કોસ્ટ્યૂમ આસિસ્ટન્ટની ધરપકડ કરી લીધી છે જેની પર 49 વર્ષની એક એક્ટ્રેસના ચેજિંગ રૂમમાં કપડા બદલતા ઘણા વીડિયો બનાવવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે કોસ્ટ્યૂમ આસિસ્ટેંટને પૂછપરછ બાદ બેઇલ પર છોડી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે હાલમાં થોડા દિવસ પહેલા પોતાના જમાનાની જાણીતી ટીવી એક્ટ્રેસ અને હાલની માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાણી પણ જે ચેજિંગ રૂમમાં ડ્રેસ ટ્રાયલ માટે ગઇ હતી, તેમને પણ ત્યાં એક ગુપ્ત કેમેરો મળી આવ્યો હતો. ઘટના ગોવાની હતી જેની પર બાદમાં જોરદાર બબાલ થઇ હતી.












Click it and Unblock the Notifications
