બોલિવૂડ કે ટેલિવૂડ, આ ટ્રેન્ડ ફોલો કરે છે દરેક એક્ટ્રેસ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ હોય કે ટેલિવૂડ, એક્ટ્રેસિસનો બોલ્ડ અંદાજ અને બિકિની ફોટોઝ કોઇ નવી વાત નથી. એક સમય હતો જ્યારે એક્ટ્રેસિસના આ ફોટોઝ રેર ગણાતા અને જો કોઇ એક્ટ્રેસનો આવો ફોટો વાયરલ થાય તો અનેક મહિનાઓ સુધી તે ચર્ચામાં રહેતી. આજે પણ એક્ટ્રેસિસના બિકિની ફોટોઝ ચર્ચાનો વિષય બને છે, પરંતુ બે જ દિવસમાં ભુલાઇ પણ જાય છે.

બિકિની ફોટોઝનો ટ્રેન્ડ

બિકિની ફોટોઝનો ટ્રેન્ડ

ટેલિવૂડમાં બિકિની પિક્ચર્સનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો, દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ ભજવનાર સોનારિકા ભદૌરિયાએ. સોનારિકાએ સોશિયલ મીડિયા પર પોતાના બિકિની ફોટોઝ શેર કરતાં વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે અન્ય એક્ટ્રેસિસ પણ આ ટ્રેન્ડ ફોલો કરતી થઇ. મૌની રૉય, નિયા શર્મા, જાસ્મીન ભસીન, અનિતા હંસનંદાની, નતાશા વગેરે જેવી અનેક એક્ટ્રેસિસ સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટોઝ શેર કરતી રહે છે.

બરખા સેનગુપ્તા

બરખા સેનગુપ્તા

નામકરણ ફેમ એક્ટ્રેસ બરખા સેનગુપ્તાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. તો હાલ હોલિડે પર છે અને તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે.

શિખા સિંહ

શિખા સિંહ

'ના આના ઇસ દેસ લાડો' સિરિયલમાં અંબાના રોલથી જાણીતી થયેલી આ એક્ટ્રેસે પણ થોડા સમય પહેલાં પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે આ સિવાય કોમેડી નાઇટ્સ બચાઓ, સસુરાલ સિમર કા, કુમકુમ ભાગ્યા, અદાલત, ઉતરન, લેફ્ટ રાઇટ લેફ્ટ જેવી અનેક સિરિયલમાં કામ કર્યું છે.

લીના-શ્રીતિ-ચારુ

લીના-શ્રીતિ-ચારુ

કુમકુમ ભાગ્ય વિધાતા સિરિયલની ત્રણ એક્ટ્રેસિસ થોડા સમય પહેલાં જ વેકેશન માટે થાયલેન્ડ ગઇ હતી. વેકેશનનો આ ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સિરિયલમાં ટ્રેડિશનલ વેરમાં જોવા મળતી ત્રણેય એક્ટ્રેસિસનો અહીં હોટ અંદાજ જોવા મળ્યો હતો.

મૌની રૉય

મૌની રૉય

મૌની રૉય ઘણીવાર આ અંદાજમાં દેખાઇ ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના અનેક ફોટોઝ પોસ્ટ કરતી રહે છે, ડિસેમ્બરમાં ન્યૂ યરની ઉજવણી માટે તે ગોવા ગઇ હતી. ગોવા હોલિડેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

અહીં વાંચો -મૌનીએ બોયફ્રેન્ડ સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો

નિયા શર્મા

નિયા શર્મા

જમાઇરાજા સિરિયલની એક્ટ્રેસ નિયા શર્મા ટેલિવિઝનની સોનમ કપૂર કહેવાય છે. તે પોતાના આઉટફિટ સાથે સતત એક્સપરિમેન્ટ કરતી રહે છે, જેને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલ તે પોતાના હોલિડેના આ હોટ ફોટોઝ માટે ચર્ચામાં છે.

અહીં વાંચો -ફરી ચર્ચામાં છે નિયા શર્મા, તસવીરો જોઇ થઇ જશો દંગ!

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

અહીં વાંચો -'શક્તિ'ની હિરોઇન રૂબિના રિયલ લાઇફમાં છે સુપર હોટ!

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સુરભી જ્યોતિ

સુરભી જ્યોતિ

તન્હાઇયાં વેબ સિરિઝમાં દેખાયેલી સુરભી જ્યોતિ આજકાલ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે હાલ તે કોઇ લોટ કે આયા હે નામની સિરિયલમાં લીડ રોલમાં જોવા મળી રહે છે. ટીવીની સાથે જ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના બિકિની ફોટોઝને કારણે ચર્ચામાં છે.

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ

ટેલિવૂડમાં અત્યાર સુધી પોતાની ક્યૂટનેસને કારણે વખણાતી જેનિફર વિંગેટે પણ થોડા સમય પહેલાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ તે બોલિવૂડમાં પદાર્પણ કરવાની હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. હાલ તે બેહદ સિરિયલમાં લીડ રોલમાં જોવા મળે છે.

અહીં વાંચો -Super Hot: પહેલીવાર જોવા મળ્યો જેનિફરનો બેફિકર અંદાજ

English summary
TV actresses who sizzled in bikini pictures.
Please Wait while comments are loading...