ટીવીની રીલ લાઇફ અને રીયલ લાઇફના કપલ

જો તમે એક જ ઇન્ડ્રસ્ટ્રીમાં કામ કરતા હોવ તો બની શકે કે તમે એકબીજાના પ્રેમમાં પણ પડી જાવ. આવું જ કંઇક થયું આ ટીવી કપલ સાથે. જે રિલ લાઇફમાં તો પતિ-પત્નીનો રોલ ભજવે છે રીયલ લાઇફમાં પણ કપલ છે.

એટલું જ નહીં આ લોકોની પ્રેમની કહાની પણ ટીવી સેટ પર જ શરૂ થઇ હતી. ત્યારે કોણ કોણ છે આ ટીવી સેલેબ્રિટી તે જાણો આ ફોટોસ્લાઇડરમાં.

કારણકે આજે અમે તમને રીલ લાઇફ અને રીયલ લાઇફના કપલની કેટલીક ખાસ તસવીરો બતાવાના છીએ. જેમાં ગુરમિત ચૌધરી, દેબીના, અંકિતા અને સુશાંત જેવા કેટલાક જાણીતા ટેલીવૂડ સેલેબ્રિટીની ખાસ તસવીરો છે.

નેહા સક્સેના અને શક્તિ અરોરા

નેહા સક્સેના અને શક્તિ અરોરા

તેરે લિયે સિરિયલના સેટ પર પહેલી વાર મળનાર આ કપલ રિયલ લાઇફમાં પણ લિવઇન રિલેશનશીપમાં છે.

રશ્મિ દેસાઈ અને નંદિષ સિંધુ

રશ્મિ દેસાઈ અને નંદિષ સિંધુ

રશ્મિ દેસાઇ અને નંદિષની લવસ્ટોરી ઉતરન સિરિયલથી શરૂ થઇ. 2011માં તેમણે ભારે ધામધૂમ સાથે લગ્ન કર્યા. જો કે એક સમય તેવો પણ હતો જ્યારે તેમના સંબંધોમાં ભંગાણ પડ્યું જે બાદ હાલ તેમણે તેમના સંબંધને એક બીજી તક આપવાનું વિચાર્યું છે.

રાકેશ વશિષ્ઠ અને રિદ્ધિ ડોગરા

રાકેશ વશિષ્ઠ અને રિદ્ધિ ડોગરા

જો કે રિલ લાઇફ તો આ કપલ સાથે નથી જોવા મળ્યા પણ રિયલ લાઇફમાં તેમણે જૂન 2011માં લગ્ન કરી હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે.

રામ કપૂર અને ગૌતમી

રામ કપૂર અને ગૌતમી

ઘર એક મંદિરમાં ભાભી અને દિયરના રોલ કરનાર આ કપલે 2003માં વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરીને રિયલ લાઇફ કપલ બન્યા.

ગુરદીપ કોહલી અને અર્જુન પુંજ

ગુરદીપ કોહલી અને અર્જુન પુંજ

સંજીવનીના સેટ પર બેસ્ટ ફેન્ડની ભૂમિકા ભજનાર આ કપલે રીયલ લાઇફમાં વર્ષ 2006માં સાત ફેરા ફરીને એકબીજાનો સાથ નિભાવાનું નક્કી કર્યું.

હિતેન તેજવાની અને ગૌતમી પ્રધાન

હિતેન તેજવાની અને ગૌતમી પ્રધાન

એક એડ દરમિયાન પહેલીવાર મળનાર આ કપલે જ્યારે કુંટુંબ સિરીયલમાં લીડ રોલ કર્યો ત્યારે તે એકબીજાથી આકર્ષિત થયા હાલ તેમના લગ્નજીવનને 12 વર્ષ પૂરા થયા છે.

જેનિફર અને કરણ સિંધ ગ્રોવર

જેનિફર અને કરણ સિંધ ગ્રોવર

કસોટી જીંદગી કીના સેટ પર પહેલીવાર મળનાર આ કપલે દિલ મિલ ગયે સિરિયલમાં લીડ રોલ કર્યો હતો. જે બાદ તેમણે રિયલ લાઇફમાં પણ મેરેજ કર્યા પણ હાલ તેમણે તલાક લઇને એકબીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

અવિનાશ સચદેવ અને રૂબિના

અવિનાશ સચદેવ અને રૂબિના

છોટી બહુનું આ ફેમસ કપલ રિયલ લાઇફમાં પણ એકબીજાના પ્રેમમાં છે.

અંકિતા લોખંડેએ અને સુશાંત સિંહ રાજપૂત

અંકિતા લોખંડેએ અને સુશાંત સિંહ રાજપૂત

પવિત્ર રિશ્તાના આ રિલ લાઇફ કપલ રિયલ લાઇફમાં પણ લિવ ઇન રિલેશનશીપમાં છે.

દિલજીત કૌર અને શાલિન ભનોટ

દિલજીત કૌર અને શાલિન ભનોટ

જો કે રિલ લાઇફમાં તેમણે કદી પણ કપલ તરીકે સાથે કામ નથી કર્યું પણ રિયલ લાઇફમાં તેમણે વર્ષ 2009માં લગ્ન કરી એકબીજાના સાત જન્મો માટે પોતાના કરી દીધા.

દેબીના અને ગુરમીત ચૌધરી

દેબીના અને ગુરમીત ચૌધરી

રામાયણ સિરિયલમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનાર આ સેલેબ્રિટીએ રિયલ લાઇફમાં પણ પતિ પત્ની છે.

આમિર અલી અને સંજીદા શેખ

આમિર અલી અને સંજીદા શેખ

2012માં આ કપલે પણ નિકાહ કરીને એકબીજાના રિલ લાઇફમાંથી રિયલ લાઇફ કપલ બનાવી લીધા.

સંજીવ શેઠ અને લતા સભરવાલ

સંજીવ શેઠ અને લતા સભરવાલ

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈના રિલ કપલે વર્ષ 2010માં લગ્ન કર્યા. આ સિરીયલના શૂટિંગ વખતે તેમની વચ્ચે પ્રેમ થયો અને હાલ તે બન્ને એક બાળકના માતા-પિતા પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X