બૉલીવુડ હસ્તીઓનો સંઘર્ષની કહાણી, અનુપમ ખેરની જબાની!

મુંબઈ, 22 મે : દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર કુછ ભી હો સકતા હૈ સાથે ટેલીવિઝન માટે કાર્યક્રમ બનાવવાની શરૂઆત કરી રહ્યાં છે. તેઓ કહે છે કે કુછ ભી હો સકતા હૈ કાર્યક્રમ વડે નામચીન હસ્તીઓના સંઘર્ષ તથા આત્મ-પ્રેરણની સફરને શૅર કરવી તેમની નવી સફર તરફ એક યોગ્ય શરૂઆત હશે.

કુછ ભી હો સકતા હૈ કલર્સ ચૅનલ પર પ્રસારિત થશે અને તેને અનુપમ ખેર જ હોસ્ટ કરશે. આ કાર્યક્રમ તેવી જાણીતી બૉલીવુડ હસ્તીઓની પ્રેરક વાર્તાઓ પર પ્રકાશ ફેંકશે કે જે પોતાના જીવનના પડકારો તથા મુશ્કેલીભર્યા તબક્કા અંગે જણાવશે. અનુપમ ખેર અગાઉ અનુપમ અંકલ તથા સવાલ દસ કરોડ કા જેવા કાર્યક્રમોની યજમાની કરી ચુક્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ શું કહે છે નાના પડદે વિશે અનુપમ ખેર :

નાટક છે કુછ ભી હો સકતા હૈ

નાટક છે કુછ ભી હો સકતા હૈ

કુછ ભી હો સકતા હૈ બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરનું નાટક છે અને થોડાક મહીના પહેલા જ અનુપમે આ નાટકનું 300મુ મંચન દિલ્હીમાં કરી પોતાના પિતા પુષ્કરનાથ ખેરને સમર્પિત કર્યું હતું.

અનુપમ એકલ અભિનય મંચન

અનુપમ એકલ અભિનય મંચન

કુછ ભી હો સકતા હૈ એક આત્મકથા નાટક છે કે જેમાં અનુપમ ખેર એકલ અભિનય મંચન કરી રહ્યા છે. નાટકના 300મા મંચન પ્રસંગે અનુપમ ખેર ખૂબ જ ખુશ જણાતા હતાં.

ટેલીવિઝન હૃદયની નજીક

ટેલીવિઝન હૃદયની નજીક

અનુપમ ખેરે એક નિવેદનમાં જણાવ્યું - ટેલીવિઝન એક એવું માધ્યમ છે કે જે મારા હૃદયની નજીક રહ્યું છે.

કલર્સ પર કમબૅક

કલર્સ પર કમબૅક

અનુપમે જણાવ્યું - કલર્સ પર કુછ ભી હો સકતા હૈ કાર્યક્રમ બનાવવું અને તેની યજમાની કરવી એક રીતે ઘરે પરત ફરવા જેવું છે.

માસાંતે શૂટિંગ

માસાંતે શૂટિંગ

અનુપમે જણાવ્યું - કુછ ભી હો સકતા હૈ કાર્યક્રમનું શૂટિંગ મે માસના અંતે શરૂ થશે.

હસાવશે-રડાવશે-પ્રેરશે

હસાવશે-રડાવશે-પ્રેરશે

કલર્સ ચૅનલના મુખ્ય કાર્યકારી અધિકારી રાજ નાયકે જણાવ્યું - અમને વિશ્વાસ છે કે અનુપમ જેવા યજમાનની બદોલત કુછ ભી હો સકતા હૈ કાર્યક્રમ દર્શકોને હસાવશે, રડાવશે અને સાથે જ પ્રેરિત પણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X