બિગ બૉસ 6 : ઉર્વશી ધોળકિયા જીતી જશે ?

મુંબઈ, 12 જાન્યુઆરી : બિગ બૉસ સીઝન 6નું ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે છે. પબ્લિક ફીડબૅકથી લાગે છે કે આ વખતની સીઝન પણ મહિલાઓના નામે જ રહેવાની શક્યતા છે. લોકોનું કહેવું છે કે ઉર્વશી ધોળકિયા જ આ વખતે બિગ બૉસ જીતશે. તેનાથી વધુ સારૂં કોઈ નથી કે જે આ ગેમ જીતી શકે.

Urvashi Dholakia

આપને જણાવી દઇએ કે બિગ બૉસ 4માં શ્વેતા તિવારી અને સીઝન 5માં જુહી પરમાર વિજેતા રહ્યા હતાં. જો દર્શકોના અભિપ્રાયો અને અનુમાનો સાચા ઠરે, તો ઉર્વશી ધોળકિયા જીતી જશે અને આ સાથે જ તેઓ બિગ બૉસમાં મહિલા વિનર તરીકેની હૅટ્રિક નોંધાવશે. આજે રાત્રે નવ વાગ્યે ગ્રાન્ડ ફિનાલેનું પ્રસારણ થશે.

ગ્રાન્ડ ફિનાલેમાં મંચ ઉપર આપને પ્રભુદેવા તથા રેમો ડિસૂઝા એક સાથે ડાંસ કરતાં દેખાશે. ઉપરાંત યાના ગુપ્તા, રશ્મિ દેસાઈ, પૂજા ગોર, રતિ પાન્ડે પણ સ્ટેજ ઉપર ડાંસ કરશે. આ દરમિયાન ઇમરાન હાશમી પોતાની એક થા ડાયન ફિલ્મનું ટ્રેલર પણ લૉન્ચ કરશે.

બિગ બૉસના ઘરમાં હવે સાના, ઇમામ, નિકેતન મધોક તથા ઉર્વશી ધોળકિયા બચ્યાં છે. આજે શોનું ગ્રાન્ડ ફિનાલે છે. આ શો જે જીતશે, તેને 50 લાખ રુપિયાનું ઈનામ મળશે. આજે પ્રસારિત થનાર ગ્રાન્ડ ફિલાલેમાં તે તમામ લોકો દેખાશે કે જેમણે આ વખતે આ શોમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં શો જીતનારને ટ્રૉફી આપવા માટે ગત સીઝન 5ના વિજેતા જુહી પરમાર પણ આજે ફિનાલે પ્રસંગે દેખા દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X