Video: નોરા ફતેહીને જોઈને પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠા ટેરેન્સ લૂઈસ, મલાઈકાને પણ કરી ઈગ્નોર
'ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર' શોના જજ અને કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસની નજર નોરા પર અટકી ગઈ અને પછી શું થયુ જુઓ.
મુંબઈઃ ડાંસ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર'ની સિઝન 2 હાલમાં દર્શકોમાં છવાયેલી છે. કન્ટેસ્ટન્ટ પોતાના ડાંસથી લોકોને ચોંકાવી રહ્યા છે. વળી, આ વીકેન્ડ શોમાં બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહીની પણ એન્ટ્રી થવાની છે. નોરા ફતેહીએ શોમાં ગેસ્ટ જજ તરીકે એન્ટ્રી લીધી. આ દરમિયાન એક વાર ફરીથી શોના જજ અને કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસની નજર નોરા પર અટકી ગઈ. ગીતા કપૂર અને મલાઈકા અરોરાએ પણ તેની જોરદાર ટાંગ ખેંચી.

'ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર 2માં પહોંચી નોરા'
સોશિયલ મીડિયા પર 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર 2'નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં બતાવવામાં આવી રહ્યુ છે કે નોરા ફતેહી અને ટેરેન્સ વચ્ચે કંઈક ખીચડી બની રહી છે. નોરાને જોઈને ટેરેન્સ આ રીતે ગુમ થઈ જાય છે કે તે બૉલિવુડ અભિનેત્રી અને પોતાની સહયોગી મલાઈકા અરોરાને પણ ઈગ્નોર કરી દે છે. પ્રોમો વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

નોરાને જોઈને ટેરેન્સનુ ખુલી ગયુ મોઢુ
વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે નોરાના સ્ટેજ પર આવતા જ ટેરેન્સ પોતાની સીટ પરથી બૂમ પાડે છે 'વેલકમ બેક નોરા'. આ દરમિયાન તેની બાજુમાં બેઠેલી કોરિયોગ્રાફર ગીતા કપૂર ટેરેન્સને ટોકીને કહે છે, 'તેના માટે મનીષ છે.' વીડિયોમાં આગળ નોરાનો ડાંસ જોઈને ટેરેન્સ પણ ચોંકી જાય છે જેના પર રિએક્શન આપીને ગીતા ફરીથી ટોકે છે, 'અરે મોઢુ તો બંધ કરો અંકલ.'

ગીતા કપૂરે લીધી ટેરેન્સની મઝા
વીડિયો અહીં ખતમ નથી થતો ત્યારબાદ નોરાને સ્ટેજથી લેવા માટે ખુદ ટેરેન્સ જાય છે અને તેનો હાથ પકડીને લાવે છે. પરંતુ બીજી જ પળે મલાઈકા એકલી સ્ટેજ પર જઈ રહી હોય છે ત્યારે ગીતા ફરીથી ટેરેન્સને ટોકે છે, 'તમે મલાઈકાને છોડવા માટે ના ગયા?' આના પર ટેરેન્સે ઈશારામાં કહ્યુ કે તે ભૂલી ગયા. જો કે ખુદનો બચાવ કરતા ટેરેન્સે કહ્યુ, મલાઈકા, 'હું તમારા ડ્રેસમાં ડિસ્ટ્રેક થઈ ગયો અને માત્ર તમને જોતો જ રહ્યો.'

નોરા અને ટેરેન્સ પહેલા પણ થયા હતા વાયરલ
શોના હોસ્ટ મનીષ પણ ક્યાં પાછળ રહેવાના હતા. તેણે ટેરેન્સને ગીતાની કસમ ખાવા માટે કહ્યુ. આગલી ક્લિપમાં મલાઈકાએ નોરાને પૂછ્યુ કે શું તે ટેરેન્સને મિસ કરે છે? નોરાએ કહ્યુ, 'હા, જરુર મિસ કર્યા.' નોરાની આ વાત સાંભળીને ટેરેન્સ તેનો હાથ પકડી લે છે અને પછી ગીતા અને મલાઈકા તેની ટાંગ ખેંચવા લાગે છે. તમને જણાવી દઈએ કે નોરા પહેલી સિઝનમાં પણ શોમાં આવી ચૂકી છે ત્યારથી તેને લઈને ટેરેન્સ ઘણા સમાચારોમાં હતા.












Click it and Unblock the Notifications
