બિગ બોસ સિઝન 10: જોતા રહી ગયા મનુ, સ્વામીજી.. બાની બની ગઇ કેપ્ટન

Subscribe to Oneindia News

બિગ બોસના બીજા સિઝનના મુકાબલે બિગ બોસ 10 ઘણુ રસપ્રદ છે જેમાં રોજેરોજ કંઇક અવનવુ બનતુ રહે છે. તો ચાલો ફરી એકવાર અમે તમારા માટે લઇને આવ્યા છે બિગ બોસ 10 ની અપડેટ...

ઘરમાં બુધવારે સ્વામીજીની એંટ્રી થઇ. સ્વામીજીની એંટ્રીથી કેટલાક ખુશ થયા તો કેટલાક ઘરવાળા નાખુશ થયા. આ દરમિયાન સ્વામીજીને બિગ બોસ દ્વારા આપવામાં આવેલા ટાસ્ક પર્દાફાશથી ઘરમાં તમાશો બરાબર જામ્યો.

દિવસની શરુઆત થાય છે નાચગાનથી. સ્વામીજી ઘરમાં પાછા આવ્યા બાદ મોના અને મનુની દોસ્તીની લઇને સવાલો ઉઠ્યા હતા. એટલે મોના અને મનુ સ્વામીજીને ચિડાવવા માટે ગાર્ડન એરિયામાં મસ્તી મજાક કરે છે. જે સ્વામીજીને બિલકુલ ગમતુ નથી.


હવે ઘરની અંદર કોઇ માલિક કે કોઇ સેવક નથી. માટે ગઇકાલે બિગ બોસના ઘરમાં સિઝનનો પહેલો કેપ્ટન ચૂંટવાની પ્રક્રિયા શરુ થઇ. બિગ બોસ સિઝન 10 ના કેપ્ટન બનવાની રેસમાં વીજે બાની, સ્વામી ઓમજી અને મનુ પંજાબી જીતે છે. બિગ બોસ ત્રણે પ્રતિયોગીઓને કહે છે કે તેઓ પોતાના ભાષણથી ઘરવાળાને તેમનો સપોર્ટ લેવા માટે મનાવે.

કેપ્ટન ચૂંટણી

કેપ્ટન ચૂંટણી

બિગ બોસ ઘરના બધા પ્રતિયોગીઓને કહે છે કે જે દોડીને સૌથી પહેલા કંફેશન રુમમાં પહોંચી જશે તે જ ઘરના નવા કેપ્ટન બનવાની રેસમાં શામેલ થઇ શકશે.

સ્વામીજી, મનુ અને વીજે બાની

સ્વામીજી, મનુ અને વીજે બાની

સ્વામીજી, મનુ અને બાની દોડીને સૌથી પહેલા કંફેશન રુમમાં પહોંચી જાય છે. ત્યારબાદ બિગ બોસ ઘોષિત કરે છે કે ઘરમાં કેપ્ટન બનવાની રેસમાં સ્વામીજી, મનુ અને વીજે બાની છે.

બાની

બાની

બાની ઘરવાળાને પોતાના ભાષણ દરમિયાન કહે છે કે તે ઘરમાં બધાને પર્યાપ્ત ભોજન અપાવશે અને કામ પણ બધા વચ્ચે સમાન રીતે વહેંચશે.

મનુ પંજાબી

મનુ પંજાબી

મનુ પંજાબી બધા ઘરવાળાને કહે છે કે તેની માળાનો રંગ સફેદ છે અને તે પણ ઘરમાં શાંતિ ઇચ્છે છે.

સ્વામીજી

સ્વામીજી

સ્વામીજી કહે છે કે જો તે જીત્યા તો તે પ્રતિયોગીઓને બિગ બોસના અંતિમ ચરણમાં લઇ જશે.

કરણ મહેરા

કરણ મહેરા

આ પ્રક્રિયામાં ગૌરવ, રાહુલ, રોહન અને કરણ મહેરા વીજે બાનીને સપોર્ટ કરે છે. તો આ તરફ મનવીર, મોના અને નવીને મનુને સપોર્ટ કર્યો.

લોકેશ

લોકેશ

આ તરફ નીતિભા, લોપા અને લોકેશ સ્વામીજીને સપોર્ટ કરે છે જો કે બાદમાં નીતિભા અને લોકેશ બાનીની ટીમમાં જતા રહે છે.

લોપા

લોપા

બાની લોપાને સોરી બોલે છે પરંતુ લોપા તેની માફીના કારણો સમજ્યા બાદ તેની ટીમમાં જવાની સ્પષ્ટ મનાઇ કરી દે છે અને સ્વામીજીને સપોર્ટ કરે છે પરંતુ બાદમાં તે મનુની ટીમમાં જતી રહે છે.

નીતિભા

નીતિભા

આ દરમિયાન મનુ નીતિભાને તેનો વોટ બદલવા માટે મનાવવાનો પ્રયાસ કરે છે. મનુ નીતિભાને કહે છે કે બાનીને વોટ આપવો બેવકૂફી છે. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે ચર્ચા જામે છે.

વીજે બાની

વીજે બાની

રાતના સમયે ચૂંટણીનું પરિણામ આવતા જ વીજી બાનીને ઘરની કેપ્ટન ઘોષિત કરવામાં આવે છે. જો કે બાનીના કેપ્ટન બનવાથી મનવીર, મનુ અને નવીન નાખુશ થઇ જાય છે.

મનુ

મનુ

બાદમાં મનુ અને મનવીર બાનીની જીત અંગે વાતચીત કરતા નજરે પડે છે. બંને વિચારે છે કે આ ગેમમાં સેલેબ્સ બાજી મારી રહ્યા છે અને કહે છે કે, ‘આ બધા ઘોડા છે આપણે બંને ગધેડા છીએ.'

English summary
vj bani is elected the first captain of big boss season 10
Please Wait while comments are loading...