Comedy Night : કપિલે ઉડાવી મૅડ ઇન ઇંડિયાની મજાક, ગુત્થીએ પણ આપ્યો સાથ...

મુંબઈ, 14 ઑગસ્ટ : કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં ગુત્થી (સુનીલ ગ્રોવર) પરત ફરી છે અને દાવો કરાયો કે તે શોમાંથી ગાયબ રહેવા દરમિયાન અમેરિકા હતી, પરંતુ કપિલ શર્માએ સાચુ કારણ છુપાવવાનો પ્રયત્ન ન કર્યો અને ગુત્થીએ પણ કપિલનો સાથ આપી સ્ટાર પ્લસના શો મૅડ ઇન ઇન્ડિયાની મજાક ઉડાવવામાં. સુનીલ ગ્રોવર કપિલનો સાથ છોડી આ શો લઈને રજૂ થયા હતાં.

જ્યારે ગુત્થી કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રી-એન્ટર્ડ થઈ અને સ્ટેજ પર શરમાતી ધીમી ગતિએ આવવા લાગી, ત્યારે ઑડિયંસ ઝૂમી ઉઠ્યું. તે અમેરિકાથી બધા માટે ભારતીય મિઠાઈ લાવી હતી અને ખાસ કપિલ માટે અમેરિકન કૉર્ન લાવી હતી.

અમેરિકાથી લાવેલ ગિફ્ટ્સ વહેંચ્યા બાદ ગુત્થીને પ્રશ્ન કરવામાં આવ્યો કે તે કૉમેડી નાઇટ્સ વિથ કપિલના 100 એપિસોડ પૂર્ણ થવાના પ્રસંગે ક્યાં હતી. ગુત્થીએ જવાબ આપ્યો કે તે અમેરિકા ગઈ હતી, પરંતુ કપિલ શર્માએ કંઇક જ ન છુપાવતાં કહી નાંખ્યું કે તૂ અમેરિકા ક્યાં ગઈ હતી? અમે તો તને બીજા શોમાં જોઈ હતી. જોકે ગુત્થી પાસે આનો જવાબ નહોતો, પણ પ્રાસંગિક ગુત્થીએ કહી જ નાંખ્યું, ‘જો બધાએ જોઈ હતી, તો પછી તે શો ચાલ્યો કેમ નહીં?'

નોંધનીય છે કે ગુત્થી ઉર્ફે સુનીલ ગ્રોવરે કેટલાક કારણોસર કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ છોડી દીધો હતો. પછી તેમણે મૅડ ઇન ઇંડિયા શો બનાવ્યો હતો કે જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો, પરંતુ દર્શકો ના મળતા માત્ર ત્રણ જ મહીનામાં આ શો બંધ કરી દેવાયો હતો.

ગુત્થીની રી-એન્ટ્રી વાળા એપિસોડમાં અક્ષય કુમાર, મિથુન ચક્રવર્તી અને તમન્ના ભાટિયા એંટરટેનમેંટ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતાં. ગુત્થીએ જ્યારે પ્રવેશ કર્યો, ત્યારે આ સ્ટાર્સ દાદી, બુઆ, પલક અને બિટ્ટૂ સાથે ધમાલ કરી રહ્યા હતાં, પરંતુ ગુત્થી આવતા જ સ્ટેજ પર એનર્જી લેવલ દસ ગણો વધી ગયો.

અહીં રજૂ કરીએ છીએ તે ધમાલ ભર્યા એપિસોડની તસવીરી ઝલક :

કપિલે મૅડ ઇન ઇંડિયાની મજાક ઉડાવી

કપિલે મૅડ ઇન ઇંડિયાની મજાક ઉડાવી

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરે મળી મૅડ ઇન ઇંડિયાની મજાક ઉડાવી.

ગુત્થીની રી-એન્ટ્રી

ગુત્થીની રી-એન્ટ્રી

સુનીલ ગ્રોવર શોમાં અલગ અવતારમાં દેખાયાં. તેમણે પહેલી વાર કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મામાં ગુત્થી તરીકે રી-એન્ટ્રી કરી છે.

પલકે ગુત્થીને બોલાવી

પલકે ગુત્થીને બોલાવી

પલકે કપિલને કહ્યું કે તે કો'કને બોલાવશે કે જે તેનું (કપિલ)નું મોઢુ બંધ કરી દેશે.

ગુત્થી સ્ટેજ પર આવી

ગુત્થી સ્ટેજ પર આવી

સ્ટેજ પર આવવા રસ્તો બનાવતી ગુત્થી.

પલકે કર્યુ સ્વાગત

પલકે કર્યુ સ્વાગત

પલકે બહેન ગુત્થીનું ભાવભર્યુ સ્વાગત કર્યુ.

ગુત્થીનું ગીત

ગુત્થીનું ગીત

ગુત્થી પોતાનું જાણીતુ ગીત ફૂલ ખિલે હૈં... ગાતા-ગાતા આવી.

ગુત્થીનો ડાન્સ

ગુત્થીનો ડાન્સ

ગુત્થીએ પલક સાથે ડાન્સ કર્યો.

અમેરિકાની ગિફ્ટ્સ

અમેરિકાની ગિફ્ટ્સ

ગુત્થી અમેરિકાથી સૌના માટે ભારતીય મિઠાઈ લઈને આવી હતી.

કપિલનું ગિફ્ટ

કપિલનું ગિફ્ટ

અને કપિલ શર્મા માટે ખાસ મકાઈ.

અક્ષય સાથે ગુત્થી

અક્ષય સાથે ગુત્થી

એંટરટેનમેંટ ફિલ્મના પ્રમોશન માટે આવેલ અક્ષય કુમાર સાથે ડાન્સ કરતી ગુત્થી.

ગુત્થી

ગુત્થી

ગુત્થી શોમાં ડાન્સ કરતાં પોતાની ખાસ સ્ટાઇલમાં.

અક્ષયનો ગુત્થી સાથે ડાન્સ

અક્ષયનો ગુત્થી સાથે ડાન્સ

અક્ષયનુ આ ડાન્સ વર્ઝન જોરદાર હતું કે જેમાં તેઓ ગુત્થીને ખેંચે છે.

ગુત્થીનું રોમાંસ વર્ઝન

ગુત્થીનું રોમાંસ વર્ઝન

ગુત્થીનું રોમાંસ વર્ઝન તેમને માથે હાથ મૂકવા મજબૂરી કરી ગયું.

કબડ્ડી રમતાં ગુત્થી-અક્ષય

કબડ્ડી રમતાં ગુત્થી-અક્ષય

ગુત્થી અને અક્ષય સ્ટેજ પર કબડ્ડી રમી અને ઑફ કોર્સ અક્ષય જીત્યાં.

ગુત્થી ફન

ગુત્થી ફન

કપિલ જ્યારે સ્ટેજ પર હોય છે, ત્યારે પણ ગુત્થી ઑડિયંસને પોતાના પ્રત્યે આકર્ષે છે.

મૅડ ઇન ઇંડિયાની મજાક

મૅડ ઇન ઇંડિયાની મજાક

શોના અનેક ભાગમાં મૅડ ઇન ઇંડિયા અને સુનીલની મજાક ઉડાડવામાં આવી.

અક્ષયની ગલીપચી

અક્ષયની ગલીપચી

ડાન્સ દરમિયાન ગુત્થીને ગલીપચી કરતા અક્ષય કુમાર.

Unseen Salman

Unseen Salman

બીઇંગ હ્યૂમન માટે સમય કાઢી ફોટોશૂટ કરાવતાં વ્યસ્ત સલમાન!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X