સતપાલ મહારાજના ઘરની વહુ બની આ અભિનેત્રી, વાયરલ થયા લગ્નના Pics અને Video

રીવાની રાજકુમારી અને ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હે'માં કાર્તિની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી મોહિના કુમારી સિંહના લગ્ન થયા.

રીવાની રાજકુમારી અને ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હે'માં કાર્તિની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી મોહિના કુમારી સિંહ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે સોમવારની સાંજે સાત ફેરાના બંધનમાં બંધાઈ ગઈ છે. આ શાહી લગ્નમાં રાજકારણ અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઘણી હસ્તીઓએ ભાગ લીધો. તમને જણાવી દઈએ કે આ રૉયલ કપલનુ રિસેપ્શન 9-10 નવેમ્બરે રીવામાં થશે. સમાચાર છે કે મોહિના હવે દહેરાદૂનમાં પોતાના પતિ સાથે રહેશે.

મોહિના એકદમ શહેજાદીની જેમ જોવા મળી

લગ્નના દિવસે મોહિના એકદમ શહેજાદીના રૂપમાં જોવા મળી. લાલ રંગના લગ્નના જોડોમાં મોહિના એક અપ્સરાની જેમ દેખાઈ રહી હતી. વળી, તેના પતિ સુયશ રાવત વ્હાઈટ શેરવાનીમાં જોવા મળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ રૉયલ લગ્નનો પહેલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ ગમી રહ્યો છે.

મોહિના રીયલ લાઈફ ખૂબ જ રૉયલ છે

તમને જણાવી દઈએ કે મોહિના રીવના મહારાજા પુષ્પરાજ સિંહ જૂદેવની દીકરી છે અને તેની રીયલ લાઈફ ખૂબ જ રૉયલ છે. તેણે અભિનય અને ડાંસનો ખૂબ જ શોખ છે અને આના કારણે તેણે ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે રિયાલિટી શો ડાંસ ઈન્ડિયા ડાંસ સિઝન 3 દ્વારા પડદા પર ડેબ્યુ કર્યુ હતુ અને ત્યારબાદ તેણે અભિનેત્રી તરીકે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા શોમાં કામ કર્યુ છે. મોહિનાનો છેલ્લે ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હે રહ્યો છે.

લગ્ન બાદ તેનો ટીવીની દુનિયામાં કમબેકનો કોઈ ઈરાદો નથી...

લગ્ન બાદ તેનો ટીવીની દુનિયામાં વાપસીનો કોઈ ઈરોદો નથી. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાત ક્લીયર પણ કરી દીધી છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ મિક્સ નથી કરવા ઈચ્છતી અને આ જ કારણે તેણે પોતાની સગાઈની વાત પણ લોકોને બહુ મોડી જણાવી હતી. તેણે ગોવામાં 8 ફેબ્રુઆરી 2018ના રોજ સુયશ સાથે સગાઈ કરી હતી જો કે સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X