Bigg Boss 11 : ઢિંચાક પૂજાની ઢિંચાક એન્ટ્રી, વીડિયો વાયરલ

બિગ બોસ 11માં દિલ્હીની રહેવાસી ઢિંચાક પૂજાની વાઇલ્ડ કાર્ડ અન્ટ્રી થઈ છે. ઢિંચાક પૂજની બિગ બોસની એન્ટ્રી બાદ તેનો ઓડિશનનો વીડિયો થયો વાયરલ. આ અંગે વધુ વાંચો અહીં

બિગ બોસ ની સીરિઝ 11માં ઢિંચાક પૂજાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સોશ્યલ મીડિયા અને બિગ બોસ 11ના સભ્યો દ્વારા અલગ અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે. યૂટ્યૂબ પર પોતાના ગીતોથી સનસની ફેલાવનાર સિંગર ઢિંચાક પૂજા. જે પોતાના બેસુરા અવાજ ને કારણે જાણીતી થઈ હતી. તેને બિગ બોસના ઘરમાં જગ્યા મળી છે. એ પણ સૌથી વધારે કિંમતથી આપી તેને લેવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે. તાજેતરમાં તેનો બિગ બોસ 11ના ઓડિશનનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ઘણો વાયલર થઈ રહ્યો છે.

બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

દિલ્હીમાં રહેવા વાળી માત્ર 23 વર્ષની ઢિંચાક પૂજા યૂટ્યૂબ સ્ટાર બની ગઈ હતી. બિગ બોસ સીરિઝ ચાલુ થઈ ત્યારથી જ તેમાં ઢિંચાક પૂજાને લેવામાં આવશે તેવી વાતો ચાલી રહી હતી. પરંતુ બિગ બોસ 11ના પ્રીમિયમ વખતે પૂજા જોવા મળી ન હતી. તેથી એવું લાગતુ હતું કે, પૂજા આ સીરિઝનો ભાગ નહી બને પરંતુ રવિવારે રાત્રે અચાનક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે ઢિંચાક પૂજાએ બધાને ચોંકાવી નાખ્યા હતા.

ઓડિશન વીડિયો

ઢિંચાક પૂજાએ બિગ બોસ 11 માટે જે ઓડિશન આપ્યું હતુ. એ વીડિયો થોડા સમયથી ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પૂજા બિગ બોસ માટે એક રેપ શોંગ ગાય છે અને સાથે સલમાનને પણ ચેલેન્જ કરે છે. તે એ વીડિયોમાં પોતાના વખાણ કરતા જણાવે છે કે, આ સીરિઝની જો કોઈ ખાસ વાત હોય તો તે છે ઢિંચાક પૂજા.

હિના અને શિલ્પાથી પણ વધારે

હિના અને શિલ્પાથી પણ વધારે

ઢિંચક પૂજા વિશે મળતી માહિતી મુજબ તેની ફ્રી બિગ બોસ 11ની સિઝનના સભ્ય હિના અને શિલ્પા કરતા પણ વધારે છે. અત્યાર સુધી સીરિઝ 11માં હિના ખાન સૌથી આગળ હતી. તેની જગ્યા હવે પૂજાએ લઈ લીધી છે. હિનાને એક અઠવાડિયાના 7થી 8 લાખ મળતા હતા. તો ભાભીજી ફેમ શિલ્પા શિંદે અને એક્ટર હિતેન તેજવાનીને અઠવાડિયાના 6 થી 7 લાખ મળતા હતા. આ બધા લોકોને પાછળ રાખીને ઢિંચાક પૂજા આગળ નીકળી ગઈ છે.

ઢિંચાક પૂજાની કમાણી

ઢિંચાક પૂજાની કમાણી

મળતી માહિતી મુજબ પૂજાની મહિનાની આવક 3.20 લાખથી 50 લાખ સુધીની છે. યૂટ્યૂબ પર તેના વીડિયાના ક્લિક થવાની સાથે તેના ખાતામાં પૈસા જમા થાય છે. બિગ બોસમાં જોડાવા બાબદે ઢિંચાક પૂજા પહેલા નારાજ હતી. તેને કોન્ટ્રાક્ટમાં જેટલી ફ્રી કહેવામાં આવી હતી તેના કારણે તેણે બિગ બોસમાં આવવાની ના પાડી દીધી હતી. એ બાદ ચેનલની ટીઆરપીને વધારવા માટે શો નિર્માતાઓ એ તેની ફ્રીમાં વધારો કર્યો. માહિતી અનુસાર ઢિંચાક પૂજાને એક અઠવાડિયાના 8 લાખ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X