Pics : દ્રૌપદી બનવા માટે સમય નથી આ મૅડમ પાસે!

મુંબઈ, 8 જુલાઈ : રૂપા ગાંગુલી યાદ છે? દૂરદર્શન પર બી આર ચોપરા નિર્મિત શ્રેણી મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરનાર રૂપા ગાંગુલી પછીથી કેટલાં જાણીતા બન્યા હતાં, પરંતુ લાગે છે કે આપણાં યુવિકા ચૌધરીને એવી કોઈ જરૂર નથી. એટલે જ તો તેમણે સ્ટાર પ્લસ ઉપર શરૂ થતી મહાભારત શ્રેણીમાં દ્રૌપદી બનવાની ઑફર ઠુકરાવી દીધી છે. યુવિકા પાસે સમય નથી.

યુવિકા ચૌધરીએ મહાભારતમાં દ્રૌપદીના રોલની ઑફર મળવાની પુષ્ટિ કરતાં જણાવ્યું - મને મહાભારતમાં દ્રૌપદીના રોલની ઑફર થઈ હતી, પરંતુ મારી પાસે ડેટ્સ નથી. 26 વર્ષીય યુવિકાએ જણાવ્યું - તેઓ તત્કાળ ડેટ્સ ઇચ્છતા હતાં અને તત્કાળ ડેટ્સ ફાળવવી મારા માટે મુશ્કેલ હતી. તેથી હું દ્રૌપદીનો રોલ નથી કરી રહી.

મહાભારતનો ભાગ ન બનવા છતાં યુવિકા ચૌધરી આ શોને ગ્રેટ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મો છે અને તેઓ તેમાં વ્યસ્ત છે. તેમણે મહાભારત માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

યુવિકાએ પોતાનું કૅરિયર 2004માં ઝી સિને સ્ટાર્સ કી ખોજ દ્વારા શરૂ કર્યુ હતું. તેઓ ટેલીવિઝન શો અસ્તિત્વમાં દેખાયા હતાં. તેમણે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

યુવિકાની પસંદગી

યુવિકાની પસંદગી

સ્ટાર પ્લસ ઉપર ટુંકમાં જ શરૂ થનાર પૌરાણિક સીરિયલ મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે અનેક જાણીતા ચહેરાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અભિનેત્રી યુવિકા ચૌધરીની પસંદગી દ્રૌપદીના રોલ માટે કરાઈ હોવાના સમાચાર મળ્યા હતાં, પરંતુ તેમની પાસે સમય નથી.

રિયા-સયાલી પણ ચર્ચામાં

રિયા-સયાલી પણ ચર્ચામાં

દ્રૌપદીના પાત્ર માટે જે નામો ઉપર વિચારણા ચાલી રહી છે, તેમાં બૉલીવુડ અભિનેત્રીઓ રિયા સેન તથા સયાલી ભગતનો પણ સમાવેશ થાય છે. જોકે યુવિકા ચૌધરી અંગે શક્યતાઓ વધુ દેખાઈ રહી હતી.

ઝી સિને સ્ટાર્સની શોધ

ઝી સિને સ્ટાર્સની શોધ

યુવિકા ચૌધરી 2004માં ઝી સિને સ્ટાર કી ખોજ શો દ્વારા પહેલી વાર નાના પડદે દેખાયા હતાં. તે પછી તેમણે અસ્તિત્વ સીરિયલમાં કામ કર્યુ હતું.

બૉલીવુડમાં દસ્તક

બૉલીવુડમાં દસ્તક

યુવિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પણ દસ્તક આપી હતી.

હિન્દી-પંજાબી ફિલ્મો

હિન્દી-પંજાબી ફિલ્મો

યુવિકા પાસે હાલ ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મો છે અને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન તેમાં વ્યસ્ત રહેવાનાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X