ધ્યેય મહેતા હવે હિન્દી વેબ સીરિઝમાં પણ ધમાલ મચાવશે
ધ્યેય મહેતા હવે હિન્દી વેબ સીરિઝમાં પણ ધમાલ મચાવશે
અમદાવાદમાં ઉછરેલા ધ્યેય મહેતા હવે હિન્દી વેબ સીરિઝમાં પણ પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે. અતરંગી ઑફિસ નામની વેબ સીરિઝમાં ધ્યેય મહેતા પણ જોવા મળશે. આ વેબ સીરિઝમાં ધ્યેય મહેતાની સાથે રાજેશ પુરી, સુભ ચંદ્રન, રાજન વર્મા, અજય નાગા રમણ, આરાધના શ્રામ, રોહન સિન્હા, પેરિકા અરોરા, અશિમા ચૌહાણ સહિતના કલાકારો જોવા મળશે. જણાવી દઈએ કે 11 ઓગસ્ટથી જ મુંબઈ ખાતે અતરંગી ઑફિસના શૂટિંગના શ્રી ગણેશાઈ થઈ ચૂક્યા છે.

કોણ છે ધ્યેય મહેતા?
ધ્યેય મહેતાને કોઈ ઓળખતું ના હોય તે કેવી રીતે બની શકે? છતાં જે લોકો દુનિયાદારીની બીજી વાતોમાં વ્યસ્ત હોય અને જો કદાચ ધ્યેય મહેતા વિશે જાણવાનું ચૂકી ગયા હોય તો અહીં ફરી એકવાર ધ્યેય મહેતાનો પરિચય કરાવી દઈએ.
આજથી 32 વર્ષ પહેલા 12 જૂન 1987ના રોજ અમદાવાદમાં ધ્યેય મહેતાનો જન્મ થયો હતો. ધ્યેયના જન્મથી તેના પપ્પા કૌશલ મહેતા અને મમ્મી ધ્રુતી મહેતાના હરખનો પાર નહી રહ્યો હોય તે સ્વાભાવિક છે. અમદાવાદ લૉ સોસાયટીમાંથી ધ્યેય મહેતાએ અભ્યાસ કર્યો જે બાદ તેણે ગુજરાત યુનિવર્સિટીથી BE IT અને માસ્ટર્સ ઈન માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી.

ધ્યેય મહેતાએ આ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું
- કમાન્ડ ફોર્સ- 2015
- ઉમ્મીદ નઈ સુબહ કી- 2015
- 1760 sasuma- 2015
- સુરી- 2015-2017
- સાવધાન ઈન્ડિયા- 2016
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- 2016
- ખિડકી- 2016
- અક્બર રક્ત સે રક્ત કા સફર- 2017
- કુછ રંગ પ્યાર કા ઐસા ભી- 2017
- ખિચડી-2017
- કુછ રંગ પ્યાર કે ઐસે ભી- 2017
- દીકરી વહાલનો દરિયો- 2018
- વિક્રમ વેતાળ- 2018-19
- પરમઅવતાર શ્રી કૃષ્ણ-2019
- લાલઈશ્ક- 2019
- ક્રાઈમ અલર્ટ- 2019
- ક્રાઈમ પેટ્રોલ- 2019
- લક્ષ્મી સદૈવ મંગલમ- 2020
ઉલ્લેખનીય છે કે હવે ધ્યેય મહેતાની આગામી વેબ સીરિઝ અતરંગી ઑફિસનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ વેબ સીરિઝ Yellow Flames Entertainment LLP દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે અને પૃથ્વીરાજ ઓબેરોય આ વેબ સીરિઝના ડાયરેક્ટ છે.












Click it and Unblock the Notifications
