Game Of Thrones ના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, HBOએ જણાવ્યું ક્યારે આવશે પ્રીક્વલ
Game Of Thrones ના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, HBOએ જણાવ્યું ક્યારે આવશે પ્રીક્વલ
નવી દિલ્હીઃ ગેમ ઑફ થ્રોન્સના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. શોના નિર્માતા HBO એન્ટરટેઈનમેન્ટે ગેમ ઑફ થ્રોન્સના પ્રીક્વલને લઈ જાણકારી આપી છે. જણાવી દઈએ કે ગેમ ઑફ થ્રોન્સ (Game Of Thrones)નું પ્રીક્વલ બનાવવા વિશે 2019માં જ જણાવવામાં આવ્યું હતું. ત્યારથી GOTના ફેન્સ આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા હતા.

શોનું પ્રીક્વલ 2022માં પ્રસારિત થશે
હવે HBO નેટવર્કના કેસી બ્લૉયઝે શોના પ્રીક્વલને લઈ ખુલાસો કરી દીધો છે. કેસીએ જણાવ્યું કે ગેમ ઑફ થ્રોન્સનું પ્રીક્વલ 2022માં પ્રસારિત કરાશે. 2019માં આ સીરીઝની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી જ પ્રી પ્રોડક્શન સ્ટેજમાં છે. કેસીએ આ જાણકારી એમી અવોર્ડ જે ગયા રવિવારે જ થયા હતા, તે બાદ વાતચીત કરતા આ શો વિશે જાણકારી આપી. આ સીરીઝ જ્યોર્જ આરઆર માર્ટિકનના પુસ્તક ફાયર એન્ડ બ્લડ પર આધારિત છે જેને તેમણે 2018માં લખી હતી.

હાઉસ ટારગેરિયન વિશે પ્રીક્વલ હશે
જણાવી દઈએ કે HBOની ચર્ચિત ગેમ ઑફ થ્રોન્સ સીરીઝના પ્રીક્વલનું નામ હાઉસ ઑફ ધી ડ્રેગન (House of the Dragon) છે. શોના આ ભાગમાં હાઉસ ઑફ ટારગેરિયનની કહાની દેખાડવામાં આવશે. ગેમ ઑફ થ્રોન્સમાં હાઉસ ટારગેરિયનનું પ્રમુખ કેરેક્ટર એમિલિયા ક્લાર્કે નિભાવ્યું હતું. આ કેરેક્ટરને પગલે ક્લાર્કને આખી દુનિયામાં શોહરત મળી હતી. શો પ્રીક્વલની કહાની માર્ટિનના પુસ્તક ફાયર એન્ડ બ્લડ પર આધારિત છે. શો નિર્માતામાં પણ માર્ટિન અને રેયાન કોંડલ સામેલ છે. જ્યારે પાયલટ એપિસોડ સાથે જ બાકીના એપિસોડનું ડાયરેક્શન મિગલ સ્પોચનિક અને રેયાન કોંડલ કરશે.

આવી હશે કહાની
હાઉસ ઑફ ડ્રેગનમાં ગેમ થ્રોન્સથી 300 વર્ષ પહેલાની કહાની દેખાડવામાં આવશે. જણઆવી દઈએ કે ગેમ ઑફ થ્રોન્સ શો જ્યોર્જ આરઆર માર્ટિનના પુસ્તક એ સોન્ગ ઑફ આઈસ એન્ડ ફાયરની કહાની પર આધારિત હતો જ્યારે હાઉસ ઑફ ડ્રેગન તેમના જ પુસ્તક ફાયર એન્ડ બ્લડની કહાની પર છે. આખી સીરીઝ હાઉસ ટારગેરિયનની કહાની વિશે હશે જે વૈલેરિયા વિરુદ્ધ ખોફનાક અંતમાં એકમાત્ર જીવિત બચનાર લોકો હતા.
HBO પર પ્રસારિત ગેમ ઑફ થ્રોન્સ બહુ જ ચર્ચિત સીરીઝ રહી હતી. આખી દુનિયામાં તેને બહુ પસંદ કરવામાં આવી હતી. આ સીરીઝની આઠમી અને અંતિમ સીઝન 2019માં પ્રસારિત કરવામાં આવી હતી. ત્યારથી ગેમ ઑફ થ્રોન્સના પ્રશંસકો તેના સીક્વલ અને પ્રીક્વલનો ઈંતેજાર કરી રહ્યા હતા. હવે HBOએ શોના ફેન્સ સામે આ અંગેનું સસ્પેન્સ ખોલી દીધું છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
