For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ નાઈટ મેનેજર' વેબસીરીઝ માટે ઋતિક રોશનને હતી 75 કરોડની ઑફર, આ કારણે કર્યો ઈનકાર

વેબ સીરિઝવાળા એક્ટર્સની લિસ્ટમાં ઋતિક રોશનનુ નામ પણ જોડાવાનુ હતુ પરંતુ તેણે પોતાનો નિર્ણય બદલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં કોરોના મહામારી ફેલાઈ. ત્યારબાદ માર્ચમાં લૉકડાઉનનુ એલાન કરી દેવામાં આવ્યુ. જેના કારણે લગભગ આખુ વર્ષ થિયેટરો બંધ પડી રહ્યા. આ દરમિયાન ઓટીટી પ્લેટફૉર્મ્સનુ ચલણ ઝડપથી વધી ગયુ. સૈફ અલી ખાન, ઈમરાન હાશમી સહિત ઘણા મોટા એક્ટર ફિલ્મોથી હટીને વેબ સીરિઝ કરવા લાગ્યા છે. વેબ સીરિઝવાળા એક્ટર્સની લિસ્ટમાં ઋતિક રોશનનુ નામ પણ જોડાવાનુ હતુ પરંતુ તેણે પોતાનો નિર્ણય બદલી દીધો છે.

ફેમસ સીરિઝનુ આવી રહ્યુ છે હિંદી વર્ઝન

ફેમસ સીરિઝનુ આવી રહ્યુ છે હિંદી વર્ઝન

મીડિયા રિપોર્ટ મુજબ ફેમસ નોવલ 'ધ નાઈટ મેનેજર' પર બનેલી વેબ સીરિઝની હિંદી રિમેક બનવાની છે. આના માટે બૉલિવુડના હેંડસમ હંક ઋતિક રોશનને પસંદ કરવામાં આવ્યા. પહેલા તો ઋતિકે આ પ્રોજેક્ટ માટે હામી ભરી દીધી પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમણે આને કરવાનો ઈનકાર કરી દીધો છે. આ વેબ સીરિઝ માટે તેને 75 કરોડ રૂપિયાની ઑફર મળી હતી. એવામાં તેના ઈનકારથી ફેન્સ પણ નિરાશ છે.

આ છે ના પાડવાનુ કારણ

આ છે ના પાડવાનુ કારણ

ધ નાઈટ મેનેજર બ્રિટિશ ટેલીવિઝનની ટૉપ સીરિઝમાંની એક છે. આના હિંદી વર્ઝનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોને આશા હતી કે ઋતિક આ શાનદાર સીરિઝને વધુ ઈન્ટરેસ્ટીંગ બનાવી દેશે પરંતુ હાલમાં બધાની આશાઓ પર પાણી ફરી ગયુ છે. રિપોર્ટ્સ મુજબ પોતાના બિઝી શિડયુલના કારણે ઋતિકે આ વેબ સીરિઝ માટે ના પાડી દીધી છે. તે આને કરવા તો માંગતા હતા પરંતુ આના માટે ઘણો સમય લાગી જતો.

પ્રિટી ઝિંટા છે પ્રોડ્યુસર

પ્રિટી ઝિંટા છે પ્રોડ્યુસર

આ નવા પ્રોજેક્ટનુ શૂટિંગ એપ્રિલથી શરૂ થવાનુ હતુ. સાથે જ તે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર ટેલીકાસ્ટ થશે. ઋતિકના પ્રોજેક્ટથી હાથ ખેંચી લીધા બાદ પ્રોડક્શન ટીમ હવે નવા ચહેરાની શોધમાં છે. ખાસ વાતએ છે કે ઋતિકની જૂની દોસ્ત અને કો-સ્ટાર પ્રીટિ ઝિંટા જ આ વેબ સીરિઝને પ્રોડ્યુસ કરી રહી છે. હવે શૂટિંગ મોડુ શરૂ થવાથી રિલીઝ ડેટને પણ આગળ લંબાવવી પડી શકે છે.

SidNaaz Wedding: બિગ બૉસ કપલ સિદ્ધાર્થ શુક્લા - શહેનાઝ ગિલે કર્યા ચૂપચાપ લગ્ન?SidNaaz Wedding: બિગ બૉસ કપલ સિદ્ધાર્થ શુક્લા - શહેનાઝ ગિલે કર્યા ચૂપચાપ લગ્ન?

English summary
Hrithik Roshan rejected 75 crore offer for the night manager web series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X