For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mulayam Singh Yadav Biography : મુલાયમ સિંહ યાદવનું સંપૂર્ણ જીવનચરિત્ર, વાંચો અહેવાલ

દેશમાં સમાજવાદીની લહેર હતી, 60 ના દશકમાં રામ મનોહર લોહિયા સમાજવાદી આંદોલનના સૌથી મોટા નેતા હતા. એ જમાનામાં સમગ્ર દેશમાં સમાજવાદીઓની રેલીઓ યોજાતી હતી. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ સમાજવાદીઓની રેલીઓ યોજાતી હતી.

|
Google Oneindia Gujarati News

Mulayam Singh Yadav Biography : દેશમાં સમાજવાદીની લહેર હતી, 60 ના દશકમાં રામ મનોહર લોહિયા સમાજવાદી આંદોલનના સૌથી મોટા નેતા હતા. એ જમાનામાં સમગ્ર દેશમાં સમાજવાદીઓની રેલીઓ યોજાતી હતી. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ સમાજવાદીઓની રેલીઓ યોજાતી હતી.

Mulayam Singh Yadav

આ રેલીઓમાં નેતાજી અચૂકપણે ભાગ લેતા હતા. ધીરે ધીરે સમાજવાદી વિચારધારા તેમનામાં માનસપટલમાં છવાઇ ગઇ હતી. હવે તેમને અખાડા સાથે-સાથે રેલીઓમાં પણ જોવા મળતા હતા. સમય વિતતો ગયો અને નેતાજી સમાજવાદના રંગમાં રંગાઇ ગયા હતા.

થોડા વર્ષો પછી નેતાજીના ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ટીકિટ તો મળી, પરંતુ તેમની પાસે ચૂંટણી પ્રચાર કરવા માટે સાયકલ સિવાય કશું જ ન હતું. જોકે, ગામના લોકોમાં તેમનું માન ઘણુ વધારે હતું. ગામના લોકો તેમના માટે ઉપવાસ કરતા હતા અને એનાથી જે અનાજ વધતું હતું, તેને વેંચીને ગાડીના પેટ્રોલના પૈસાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

નેતાજીએ તેમને નિરાશ કર્યા નહીં અને તેમણે ચૂંટણી જીતી હતી. આ ચૂંટણી જીત્યા બાદ તેમને દેશના સૌથી મોટા રાજ્યના 3 વાર મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે એક સમયે તેમણે દેશના રક્ષા મંત્રીની જવાબદારી પણ સંભાળી હતી.

ભારત દેશના રાજકારણમાં નેતાજીના નામથી ઓળખાતા મુલાયમ સિંહ યાદવનું 10 ઓકટોબરના રોજ નિધન થયું છે. આજે અમે તમને તેમની જીવન સફર તમને જણાવવા જઇ રહ્યા છીએ. પોતાના જીવનના છેલ્લા સમયમાં અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીની સંપૂર્ણ બાગડોર સોંપીને પોતે રાજકારણમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય થઇ ગયા હતા. તેમણે પોતાની જવાનીમાં નાનીવયે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. તેમને રાજનીતિમાં જે પણ મેળવ્યું એ પોતાની મહેનતીની જોરે મેળવ્યું.

Mulayam Singh Yadav

ઉલ્લેખનીય છે કે, મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર, 1939 ના રોજ ઇટાવા જિલ્લાના સૈફઈ ગામમાં મૂર્તિ દેવી અને સુગર સિંહ યાદવના ખેડૂત પરિવારમાં થયો હતો. મુલાયમ સિંહ યાદવ રતન સિંહ યાદવ કરતા નાના છે અને તેમના પાંચ ભાઈ-બહેનોમાં અભયરામ સિંહ યાદવ, શિવપાલ સિંહ યાદવ, રાજપાલ સિંહ અને કમલા દેવી કરતા મોટા છે. પ્રોફેસર રામગોપાલ યાદવ તેમના પિતરાઈ ભાઈ છે.

પિતા સુઘર સિંહ તેમને કુસ્તીબાજ બનાવવા માંગતા હતા, પરંતુ તેમના રાજકીય માર્ગદર્શક ચૌધરી નાથુસિંહને મૈનપુરીમાં યોજાયેલી કુસ્તી-સ્પર્ધામાં કુસ્તીમાં પ્રભાવિત કર્યા પછી, તેમણે નાથુસિંહના પરંપરાગત વિધાનસભા ક્ષેત્ર જસવંત નગરથી તેમની રાજકીય સફર શરૂ કરી હતી.

રાજકારણમાં જોડાતા પહેલા, મુલાયમ સિંહ યાદવને આગ્રા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (MA) અને BT કર્યા બાદ ઇન્ટર કોલેજમાં પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને સક્રિય રાજકારણમાં જોડાયા હતા, ત્યારે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

રાજકારણ અને કુસ્તીમાં નેતાજી હતા માસ્ટર

પ્રજા સમાજવાદી પક્ષ પછી ડૉ. લોહિયાએ યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટીની રચના કરી હતી. મુલાયમ સિંહ યાદવ એ પાર્ટીના સક્રિય સભ્ય બની ગયા હતા. તે વિસ્તારના ગરીબો, ખેડૂતો માટે વાત કરશે અને પોતાનો અવાજ ઉઠાવશે. હવે રાજકારણ, અભ્યાસ અને કુસ્તી, ત્રણેયને તેઓ સમાન સમય આપતા હતા.

જસવંત નગરમાં કુસ્તીના દંગલમાં યુવાન મુલાયમ સિંહને ધારાસભ્ય નાથુ સિંહની નજર પડી હતી. તેમણે જોયું કે, મુલાયમે એક પળવારમાં એક કુસ્તીબાજને માત આપી હતી. નાથુ તેમના પ્રશંસક બન્યા અને તેમને પોતાના શિષ્ય બનાવી લીધા હતા.

સમય તેની ગતિ સાથે વહેતો રહ્યો હતો, ઇટાવાથી બીએ કર્યા બાદ, મુલાયમ સિંહ શિકોહાબાદમાં બેચલર ઓફ ટીચિંગનો અભ્યાસ પૂરો કરવા ગયા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1965માં તેમને જૈન ઇન્ટર કોલેજ, કરહાલમાં નોકરી મળી હતી. મુલાયમ હવે રાજનીતિ, મહારથ અને કુસ્તી ત્રણેય કરી રહ્યા હતા. આ દરમિયાન મુલાયમ સિંહ યાદવના નેતાજી બનવાની કહાની શરૂ થવાનું વર્ષ આવી ગયું છે.

Mulayam Singh Yadav

સાયકલ પર ચૂંટણી પ્રચાર શરૂ થયો

વર્ષ 1967 ની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મુલાયમના રાજકીય માર્ગદર્શક નાથુ સિંહ આવા સમયે જસવંત નગરના ધારાસભ્ય હતા. તેમણે મુલાયમને તેમની સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. લોહિયાને પેરવી કરવામાં આવી અને તેમના નામ પર મહોર લાગી ગઇ હતી.

હવે મુલાયમ સિંહ જસવંતનગર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હતા. આ વખતે નાથુ સિંહ કરહાલ વિધાનસભાથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. નામની જાહેરાત થતાં જ મુલાયમ સિંહે પ્રચાર શરૂ કરી દીધો હતો.

ડૉ. સંજય લાથેર તેમના પુસ્તક સમાજવાદ કા સારથિ, ધ લાઈફ સ્ટોરી ઓફ અખિલેશ યાદવમાં લખે છે કે, ત્યારે મુલાયમ પાસે પ્રચાર માટે કોઈ સાધન ન હતું. આવી સ્થિતિમાં તેમના મિત્ર દર્શન સિંહે તેમને સાથ આપ્યો હતો. દર્શન સિંહ સાયકલ ચલાવતા અને મુલાયમના કેરિયર પર બેસીને ગામડે ગામડે ચૂંટણી પ્રચાર કરતા હતા.

એક નોટ એક વોટનું સૂત્ર

મુલાયમ સિંહ પાસે ચૂંટણી લડવા માટે પૈસા ન હતા. આવી સ્થિતિમાં બંને લોકોએ સાથે મળીને એક વોટ, એક નોટનો નારા આપ્યો હતો. તે દાનમાં એક રૂપિયો માંગતો અને વ્યાજ સહિત પરત કરવાનું વચન આપતા હતા. આ દરમિયાન ચૂંટણી પ્રચાર માટે જૂની એમ્બેસેડર કાર ખરીદી હતી. કાર આવી ગઈ છે, પરંતુ તેના માટે ઈંધણ એટલે કે પેટ્રોલ ભરાવવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ સવાલ સળગી રહ્યો હતો.

ગ્રામજનોએ કર્યો સાંજના ભોજનનો ત્યાગ

લાથેર પોતાના પુસ્તકમાં દર્શન સિંહને ટાંકીને લખે છે કે, ત્યારબાદ મુલાયમ સિંહના ઘરે એક બેઠક યોજાઇ હતી. પેટ્રોલ ભરવા માટે પૈસા ક્યાંથી આવશે, તેવો સવાલ ઉભો થયો હતો. અચાનક ગામના સોનેલાલ કાછી ઊભા થયા અને કહ્યું કે, અમારા ગામમાંથી પહેલીવાર કોઈ ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યું છે. આપણે તેમની પૈસા કમી પૂરી કરવી જોઇએ.

એ પૈસાની તંગીનો સમયગાળો હતો, પણ લોકો પાસે ખેતી અને ઢોર સિવાય કશું જ ન હતું. ગામના લોકોએ નક્કી કર્યું કે, અઠવાડિયામાં એક વાર સાંજે જમવાનું. સોનેલાલ કાચીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ એક સમયે ખોરાક ન ખાય તો તે મૃત્યુ પામે નહીં. તેમાંથી જે અનાજ બચશે, તે વેચીને તેઓ ગાડીમાં પેટ્રોલ ભરશે. આ રીતે કાર માટે પેટ્રોલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દર્શન સિંહે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત તેમની કાર કાદવમાં ફસાઈ જતી હતી, ક્યારેક કાર અધવચ્ચે જ અટકી જતી હતી, તો બંને લોકો સાથે મળીને બહાર કાઢતા હતા. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો, પરંતુ અન્ય નેતાઓની સરખામણીમાં મુલાયમ પાસે સંસાધનોની ખુબ જ અછત હતી.

નેતાજી પ્રથમ ચૂંટણી જીત્યા

મુલાયમની લડાઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા હેમવંતી નંદન બહુગુણાના શિષ્ય વકીલ લખન સિંહ સાથે હતી, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. મુલાયમ સિંહ રાજકીય ક્ષેત્રની પ્રથમ લડાઈ જીતી ગયા અને માત્ર 28 વર્ષની વયે રાજ્યના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા હતા અને મુલાયમ સિંહના નેતાજી બનવાની શરૂઆત અહીંથી જ થઇ હતી.

નેતાજીના લોકદળમાં જોડાવાથી પક્ષ મજબૂત થયો

ડૉ. લોહિયાનું 12 નવેમ્બર, 1967ના રોજ અવસાન થયું હતું. લોહિયાના મૃત્યુ બાદ સમાજવાદી પાર્ટી નબળી પડવા લાગી. નેતાજી 1969ની વિધાનસભા ચૂંટણી હારી ગયા. અત્યાર સુધીમાં ચૌધરી ચરણ સિંહની પાર્ટી ભારતીય લોકદળ મજબૂત બની રહી હતી.

ચૌધરી ચરણ સિંહ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોનો સૌથી મોટો અવાજ હતો. મુલાયમ સિંહના સમાવેશથી પાર્ટી વધુ મજબૂત બની. ચરણ સિંહ નેતાજીને લિટલ નેપોલિયનના નામથી બોલાવતા હતા. ધીરે ધીરે મુલાયમ સિંહનું રાજકીય કદ વધતું ગયું, પછી તેમની ગણતરી રાષ્ટ્રીય નેતાઓમાં થવા લાગી હતી.

મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી

મુલાયમ સિંહ ઉત્તર ભારતના મોટા સમાજવાદી અને ખેડૂત નેતા છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મુલાયમ સિંહે ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1967માં મુલાયમ સિંહ યાદવ પહેલીવાર ધારાસભ્ય અને મંત્રી બન્યા હતા. આ પછી, 5 ડિસેમ્બર 1989 ના રોજ, તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. અત્યાર સુધી તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી અને કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે.

મુલાયમે જસવંતનગર વિધાનસભા બેઠક પરથી તેમના રાજકીય અભિયાનની શરૂઆત કરી અને સમાજવાદી પાર્ટી, પ્રજા સમાજવાદી પાર્ટીમાંથી આગળ વધ્યા હતા, પરંતું મુલાયમ સિંહ યાદવે મંત્રી બનવા માટે 1977 સુધી પ્રતિક્ષા કરવી પડી હતી.

1992માં થઈ હતી સમાજવાદી પાર્ટીની રચના

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં જનતા પાર્ટીની સરકાર બની અને તેમને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે નેતાજી બાદમાં ચૌધરી ચરણ સિંહની પાર્ટી લોકદળના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા. તેઓ 1967, 1974, 1977, 1985, 1989માં વિધાનસભાના સભ્ય હતા.

નેતાજી 1982-85માં વિધાન પરિષદના સભ્ય હતા. તેઓ આઠ વખત રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. સમાજવાદી પાર્ટીની રચના 1992માં થઈ હતી. તેઓ 5 ડિસેમ્બર, 1989 થી 24 જાન્યુઆરી 1991, 5 ડિસેમ્બર 1993 થી 3 જૂન 1996 અને 29 ઓગસ્ટ 2003 થી 11 મે 2007 સુધી ત્રણ ટર્મ માટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન હતા.

બહુ ઓછા સમયમાં મુલાયમ સિંહનો પ્રભાવ આખા ઉત્તર પ્રદેશમાં દેખાવા લાગ્યો હતો. મુલાયમ સિંહે ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગના સમાજનું સામાજિક સ્તર ઊંચું લાવવામાં મહત્વપૂર્ણ કામ કર્યું હતું. સામાજિક ચેતનાના કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઓબીસીનું મહત્વનું સ્થાન છે. મુલાયમ સિંહ એક સેક્યુલર નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેમની સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે.

Mulayam Singh Yadav Biography

અખિલેશ યાદવને 2012માં મુખ્યમંત્રી બનાવ્યા

2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી. આ પ્રથમ વખત હતો, જ્યારે સપા ઉત્તર પ્રદેશમાં પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં હતી. નેતાજીના પુત્ર અને સપાના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સરકાર સામે ભ્રષ્ટાચારનો મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો અને રાજ્યની સામે વિકાસનો એજન્ડા રાખ્યો હતો.

અખિલેશ યાદવના વિકાસના વચનોથી પ્રભાવિત થઈને તેમને સમગ્ર રાજ્યમાં વ્યાપક જનસમર્થન મળ્યું હતું. ચૂંટણી પછી જ્યારે નેતૃત્વનો પ્રશ્ન ઊભો થયો, ત્યારે નેતાજીએ વરિષ્ઠ સાથીદારો સાથે ચર્ચા કરીને અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બનાવ્યા હતા.

વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હતા નેતાજી

1996માં મુલાયમ સિંહ યાદવ મૈનપુરી લોકસભા મતવિસ્તારમાંથી અગિયારમી લોકસભા માટે ચૂંટાયા હતા અને તે સમયે રચાયેલી સંયુક્ત મોરચાની સરકારમાં મુલાયમ સિંહનો સમાવેશ થતો હતો અને તે દેશના સંરક્ષણ પ્રધાન બન્યા હતા. આ સરકાર બહુ લાંબો સમય ચાલી નહીં.

મુલાયમ સિંહ યાદવને વડાપ્રધાન બનાવવાની પણ વાત થઈ હતી. તેઓ વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હતા, પરંતુ તેમના સંબંધીઓએ તેમને સાથ આપ્યો ન હતો.

લાલુ પ્રસાદ યાદવ અને શરદ યાદવે તેમના ઈરાદાઓ બરબાદ કર્યા હતા. આ પછી જ્યારે ચૂંટણી થઈ, મુલાયમ સિંહ સંભલથી લોકસભામાં પાછા ફર્યા હતા. વાસ્તવમાં તેમણે કન્નૌજમાંથી પણ જીત્યા હતા, પરંતુ ત્યાંથી તેમણે તેમના પુત્ર અખિલેશ યાદવને સાંસદ બનાવ્યા હતા.

કેન્દ્રીય રાજકારણમાં નેતાજીનો પ્રવેશ

મુલાયમ સિંહની કેન્દ્રીય રાજનીતિમાં એન્ટ્રી 1996માં થઈ હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને હરાવીને યુનાઈટેડ ફ્રન્ટે સરકાર બનાવી હતી. એચડી દેવગૌડાની આગેવાની હેઠળની આ સરકારમાં તેમને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ સરકાર પણ લાંબો સમય ટકી શકી નહીં અને ત્રણ વર્ષમાં ભારતને બે વડાપ્રધાન આપ્યા પછી તે સત્તામાંથી બહાર થઈ ગઈ હતી.

ભારતીય જનતા પાર્ટી સાથેની તેમની દુશ્મનાવટ સૂચવે છે કે, તેઓ કોંગ્રેસની નજીક હશે, પરંતુ 1999માં કોંગ્રેસ તેમના સમર્થનની ખાતરી આપ્યા પછી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી, અને બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. વર્ષ 2002ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 391 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે 1996ની ચૂંટણીમાં તે માત્ર 281 બેઠકો પર જ ચૂંટણી લડી હતી.

ભાજપ સાથે નેતાજીની નિકટતા

મુલાયમ સિંહ યાદવે મીડિયાને એવી કોઈ તક આપી ન હતી કે, તેઓ ભાજપની નજીક હોવાનો આરોપ લગાવે, જ્યારે રાજકીય વર્તુળોમાં એ વાત પ્રખ્યાત છે કે, તેમના અટલ બિહારી વાજપેયી સાથે ખૂબ સારા અંગત સંબંધો હતા.

વર્ષ 2003માં તેમણે ભાજપના પરોક્ષ સમર્થનથી રાજ્યમાં પોતાની સરકાર બનાવી હતી. હવે 2012માં તેમનું આકલન પણ સાચું સાબિત થયું. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. તેમની પાર્ટીમાં 45 મુસ્લિમ ધારાસભ્યો છે.

Mulayam Singh Yadav Biography

English summary
Mulayam Singh Yadav Biography : Complete Biography of Mulayam Singh Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X