આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમઃ કોંગ્રેસ

અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટીના કથિત વાયરલ થયેલા વીડિયો સંદર્ભે આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જેમાં પંજાબમાં ખાલિસ્તા

અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટીના કથિત વાયરલ થયેલા વીડિયો સંદર્ભે આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જેમાં પંજાબમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી, તિહાડ જેમાં ફાઇવસ્ટાર ફેસિલીટી આમ આદમી પાર્ટીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જ્યારે પંજાબના રોકસ્ટાર મુસાવાલાની જાહેરમાં સરેઆમ દિનદહાડે હત્યા અને વાય-કેટગરી સુરક્ષા ધરાવાતા હિન્દુત્વવાદી નેતાની હત્યાના કિસ્સા આમ આદમી પાર્ટીના પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. દિલ્હીની કાયદા-કાનૂન વ્યવસ્થાની દેખરેખ સીધી કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય સંભાળે છે. આ મુદ્દે પણ તિહાડ જેલમાં મળી રહેતી સુવિધાઓ કોના ઇશારે મળી રહી છે. તેનો પણ જવાબ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે આપવો જોઇએ.

Congress

કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટીની કથની અને કરણી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા આલોક શર્માએ તિહાડ જેલમાં બંધ કેજરીવાલની દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના મસાજ કરાવતા વીડિયોને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, આ વીડિયોથી સાબિત થાય છે કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જેલમાં તે લોકો એશો-આરામથી રહી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ ધ્યાને લેવું જોઈએ. એક કેદીને જેલમાં 5 સ્ટાર સુવિધા કેવી રીતી મળી રહી છે. એટલે જ અમે કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનું જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ આ વીડીયોને ભાજપની હલકી માનસિકતા બતાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, એક બિમાર વ્યક્તિની સારવારના વીડિયો જાહેર કરીને ભાજપે પોતાની માનસિકતા છતી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X