અમદાવાદમાં બની હિટ એન્ડ રન, ઘટના સીસીટીવીમાં ઝિલાઈ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદમાં હિટ અન્ડ રનની ઘટન બની હતી જેમાં સુરેશભાઈ ઠાકોર નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયં હતું. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સોમવારે બની હતી. જેમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને રસ્તા પરથી બીજા વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આ વ્યક્તિએ રસ્તો ક્રોસ કરતી વખતે હાથ પણ બતાવ્યો તેમ છતાં એક પૂરપાટ આવતી કાર જરા પણ ધીમી નહોતી પડી અને આ વ્યક્તિને ટક્કર મારી હતી. તેના કારણે વ્યક્તિ ફંગોળાઇને ડિવાઇડર સાથે ભટકાઈ હતી.

ahmedabad

અને બાદમાં રોડ પર પટકાયેલી વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું. વળી કારથી એક્સિડન્ટ કર્યા બાદ કારચાલક બમણી ઝડપે કાર ચલાવીને ભાગ્યો હતો. પોલીસે આસપાસની દુકાનોમાં લગાવેલા સીસીટીવીની મદદથી ઘટનાક્રમ નીહાળ્યો હતો. પરંતુ કારનો નંબર દેખાતો ન હતો જેને પરિણામે કાર ચાલકની ઓળખ હજું સુધી થઈ શકી નથી. પોલીસ હવે આ રૂટના તમામ સીસીટીવી ચેક કરાવાની શરૂઆત કરી છે જેથી આરોપી સુધી પહોંચી શકાય. નોંધનીય છે કે અમદાવાદમાં હાલ હીટ એન્ડ રનનો કેસો વધી રહ્યા છે.

English summary
Ahmedabad : hit and run case happened in Ahmedabad. one man dead.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.