For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં 168 ટકાનો વધારો

અમદાવાદ શહેરમાં વેક્ટર બોર્ન ડિસિઝમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન મોટો વધારો નોંધાયો છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં 168 ટકાનો ભયજનક વધારો નોંધાયો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : શહેરમાં વેક્ટર બોર્ન ડિસિઝમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન મોટો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં 168 ટકાનો ભયજનક વધારો નોંધાયો છે, જ્યારે 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર સુધી ચિકનગુનિયાના કેસમાં 110 ટકાનો વધારો થયો છે.

AMC ના આરોગ્ય વિભાગના આંકડા સૂચવે છે કે, ગત વર્ષે 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર સુધી શહેરમાં ડેન્ગ્યુના 255 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષના સમાન ગાળામાં વધીને 684 થયો છે. આ સમયગાળામાં ગત વર્ષે ચિકનગુનિયાના કેસ 196 હતા. જે ચાલુ વર્ષે વધીને 412 થયા છે.

dengue

સમગ્ર 2020 દરમિયાન AMCમાં ડેન્ગ્યુના 432 અને ચિકનગુનિયાના 923 કેસ નોંધાયા હતા. ગત વર્ષના સમગ્ર આંકડાની સરખામણીમાં આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં 58.3 ટકાનો વધારો થયો છે.

આ સિવાય આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે, આ સમયગાળામાં ફાલ્સીપેરમ કેસ ગત વર્ષે 35થી વધીને 43 થયા છે. મેલેરિયાના કેસ ગત વર્ષે 436થી સહેજ વધીને આ વર્ષે 489 થયા છે. આરોગ્ય વિભાગે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 6,984 લોહીના નમૂના લીધા છે. નાગરિક સંસ્થાએ આ વર્ષે 4 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના કેસ

માટે 441 સીરમ સેમ્પલ એકત્રિત કર્યા છે. AMC ના આંકડા દર્શાવે છે કે, આ સમયગાળામાં પાણીજન્ય રોગો(Waterborne diseases)માં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 21 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર સુધી કોલેરાના 64 કેસ નોંધાયા છે. ગયા વર્ષે કોલેરાનો કોઈ કેસ નોંધાયો ન હતો. વિચારણા હેઠળના સમયગાળામાં શહેરમાં ટાઇફોઇડના કેસ ગત વર્ષે 965 હતા, જે ચાલુ વર્ષે વધીને 1,322 થઈ ગયા છે.

English summary
The city of Ahmedabad has witnessed a significant increase in vector born disease during January-September as compared to the same period last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X