For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં આ મહિને 17 ચિકનગુનિયા, 5 ડેંગ્યુના કેસ

શહેરમાં હોસ્પિટલોમાં 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન ચિકનગુનિયાના 17 અને ડેંગ્યુના પાંચ કેસ નોંધવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરમાં હોસ્પિટલોમાં 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન ચિકનગુનિયાના 17 અને ડેંગ્યુના પાંચ કેસ નોંધવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ચિકનગુનિયાના 95 અને ડેંગ્યુના 29 કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ડેટા મુજબ ચિકનગુનિયા અને ડેંગ્યુ કેસ માર્ચ મહિનામાં ઘટ્યા છે.

dengue

શહેરની હોસ્ટિલોમાં માર્ચ 2021માં ચિકનગુનિયાના 21 જ્યારે ડેંગ્યુના 12 કેસ નોંધવામાં આવ્યા હતા. માર્ચમાં મેલેરિયાા કેસ 7 નોંધાયા છે જે ગયા વર્ષના માર્ચ મહિના કરતા 11 ઓછા છે. જ્યારે આ મહિનામાં ફાલ્સિફેરમનો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચ મહિનામાં ફાલ્સીફેરમનો એક કેસ નોંધાયો હતો. 1 જાન્યુઆરીથી 26 માર્ચ દરમિયાન મેલેરિયાા 15 કેસ અને ફાલ્સીફેરમના 3 કેસ નોંધવામાં આવ્યા છે.

એએમસી મુજબ મચ્છરોના ઉપદ્રવની મોટાભાગની ફરિયાદો પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી આવે છે. એએમસીના જણાવ્યા મુજબ આ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. આ મહિનામાં શહેરની હોસ્પિટલોમાં ડાયેરિયાના 449 કેસ નોંધવામાં આવ્યા છે જે ગયા વર્ષે 440 હતા. કમળાના 133 કેસ અને ટાઈફોઈડના 137 કેસ આ મહિને નોંધવામાં આવ્યા છે જે ગયા વર્ષે માર્ચ, 2021માં અનુક્રમે 93 અને 217 નોંધાયા હતા.

English summary
17 chikungunya and 5 dengue cases in Ahmedabad this month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X