For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ACBને મળી મોટી સફળતા, ક્લાસ 2 અધિકારીના ઘરેથી મળ્યા 2.27 કરોડ

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB) દ્વારા મંગળવારના રોજ મોટી રેડ કરવામાં આવી હતી. જેમાં નિપુન ચોક્સિ નામના ક્લાસ 2 અધિકારીના ઘરમાંથી 2.27 કરોડ રોકડા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 16 જુલાઇના રોજ નીપુન ચોક્સિની 1.21 લાખની લ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB) દ્વારા મંગળવારના રોજ મોટી રેડ કરવામાં આવી હતી. જેમાં નિપુન ચોક્સિ નામના ક્લાસ 2 અધિકારીના ઘરમાંથી 2.27 કરોડ રોકડા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 16 જુલાઇના રોજ નીપુન ચોક્સિની 1.21 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Gujarat Anti Corruption Bureau

ACBના જણાવ્યા મુજબ આ એક ઐતિહાસિક રેડ હતી. ACBએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી નિપુન ચોક્સિના કેનેરા બેંકના લોકરમાંથી 300 ગ્રામ સોનુ મળી આવ્યું છે, જેની કિંમત 10 લાખ રૂપિયા છે. નિપુન ચોક્સિ સમગ્ર શિક્ષા અભિયાન (SSA)માં સ્ટેટ પ્રોજેક્ટ એન્જીનીયર(ક્લાસ 2) તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવે છે.

આ સાથે ACB દ્વારા ગાંધીનગર નાગરિક કો ઓપરેટિવ બેંકની ગાંધીનગર સચિવાલય બ્રાંચના લોકરમાંથી 74.50 લાખ અને અન્ય બે લોકરમાંથી 1.52 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

ચોક્સિએ પાટણના SSA કોન્ટ્રાક્ટર પાસેથી કોઇ કામ કરાવવા અર્થે 1.21 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો ન હોવાથી તેને ACBનો સંપર્ક કરી લાંચ માંગવા અંગેની કમ્પલેઇન નોંધાવી હતી. જે બાદ 16 જુલાઇના રોજ ACBએ ગોઠવેલા છટકામાં ચોક્સિ લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.

ચોક્સિ કામ પૂરૂ થયા બાદ કોન્ટ્રાક્ટર્સને ચૂકવવામાં આવતીમાંથી 1 ટકા રકમનું કમિશન ખાતો હતો. આ સાથે ACBની તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિઝનલ ઓફિસર ભાયા સુત્રાજા પાસેથી રૂપિયા 1.27 લાખના રોકડ તેમજ દાગીના મળી આવ્યા હતા. અન્ય એક ઘટનામાં શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર રમણ ચારેલ પાસેથી 37.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

SSAના કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ચોક્સિની ધરપકડ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પાટણ જીલ્લાના સમી તાલુકામાં તેમજ શંખેશ્વર તાલુકાની કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલ અને પાટણ બોય્ઝ હોસ્ટેલની કામગીરી પૂર્ણ કરી હતી. આરોપીએ આ બીલની રકમ મંજૂર કરાવવા માટે 1.25 ટકા રકમની માંગ કરી હતી. જે બાદમાં 1 ટકા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

English summary
The Gujarat Anti Corruption Bureau (ACB) carried out a major raid on Tuesday. 2.27 crore cash was recovered from the house of a Class 2 officer named Nipun Choksi. Nipun Choksi was arrested on July 16 for accepting a bribe of Rs 1.21 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X