For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લામાં 4.60 લાખ હેક્ટર વાવેતર ફેલ થવાનો ખતરો

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાતા ખેડુતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. વરસાદના પહેલા રાઉન્ડ બાદ ખેડુતોએ મોટાભાગની વાવણી પૂર્ણ કરી દીધી છે ત્યારે હવે વરસાદ ખેંચાતા વાવેતર ફેલ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાતા ખેડુતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. વરસાદના પહેલા રાઉન્ડ બાદ ખેડુતોએ મોટાભાગની વાવણી પૂર્ણ કરી દીધી છે ત્યારે હવે વરસાદ ખેંચાતા વાવેતર ફેલ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ખેતરોમાં જ વિનાશ થવાનો ભય છે. સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ બાદ છેલ્લા થોડા દિવસોથી ગરમી વધતા વાવેતર નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 4.60 હેક્ટર વાવણીને આવનારા અઠવાડિયામાં વરસાદની જરૂર છે.

due to rains

જો વધારે વરસાદ ખેંચાય તો ખેડુતોને ડબલ નુકસાન ઉઠાવવુ પડી શકે છે. એક તરફ વાવેતર નિષ્ફળ જાય અને બીજી તરફ મોંધી દવાઓ અને બીયારણનો ફરીથી ખર્ચો ઉઠાવવો પડી શકે છે. રાજકોટ જિલ્લામાં મગફળી બાદ સૌથી વધુ વાવેતર કપાસનું થાય છે. વરસાદ ખેંચાતા કપાસ વાવતા ખેડુતોને પાણીની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. જો બીજી વખત વાવણી કરવાની થાય તો ખેડુતોને મોટુ આર્થિક નુકસાન ઉઠાવવુ પડે, જે ઘણા બધા ખેડુતો માટે મુશ્કેલીરૂપ બનશે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં પડે તો કપાસનો પાક નિષ્ફળ જશે. ખેડુતોએ એક વિઘામાં બિયારણ, ખાતર, દવા અને મજુરીનો 3 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.

English summary
4.60 lakh hectare crop failure in Rajkot district due to rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X