76 કાયમી બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો ઉભા કરાયા
Ahmedabad : ગુજરાતની અસરકારક ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 76 કાયમી બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો ચક્રવાતની સંભવિત અસરોનો સામનો કરવા સક્ષમ બનાવ્યું છે.
દેશનો સૌથી લાંબો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારો ચક્રવાતની સંભાવના ધરાવે છે.
સંભવિત તોફાનોનો સામનો કરવા અને તેની અસરને ઘટાડવા માટે, ગુજરાત સરકારે 76 અત્યાધુનિક મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS)નું નિર્માણ અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા જેવા નક્કર પગલાં લીધા છે.

આ આશ્રયસ્થાનો લોકો માટે વરદાન સાબિત થશે. કારણ કે, રાજ્ય ચક્રવાતની સંભવિત અસરોનો સામનો કરવા માટે સજ્જ છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કુલ 76 76 કાયમી બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જૂનાગઢમાં 25, ગીર-સોમનાથમાં 29, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં 4-4, અમરેલીમાં 2, જામનગર અને નવસારીમાં 1-1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
