વેલેંટાઈન વીકમાં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા વાઘના પિંજરામાં ઘૂસ્યો યુવક, અમદાવાદની ઘટના , જૂઓ Video
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે વાઘના પાંજરામાં ઘૂસી ગયો. લગભગ 35 ફૂટ ઉંચી જાળી પર ચઢીને યુવક વાઘના પાંજરામાં પ્રવેશ્યો. ઝાડની મદદથી અંદર ગયેલા યુવકે જ્યારે નીચે જવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા.

સ્થળ પર હાજર લોકોએ બૂમાબૂમ કરીને તેને નીચે કૂદતા અટકાવ્યો. દરમિયાન લોકોએ પ્રાણી સંગ્રહાલયને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ તે યુવાન બહાર આવ્યો.
પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પિંજરામાં પડ્યો!
— Sagar Patoliya (@kathiyawadiii) February 9, 2025
અમદાવાદ | કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં એક યુવક પોતાની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા માટે વાઘના પિંજરા પર ચઢીને અંદર રહેલા વૃક્ષ ઉપર ચઢી ગયો હતો.
આ ઘટનાથી ત્યાં હાજર રહેલા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાત્કાલિક ધોરણે મણિનગર પોલીસ અને… pic.twitter.com/JimVrMs0mE
યુવક વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે યુવાન પાંજરની અંદર ગયો ત્યારે વાઘ અંદર હાજર હતા. જો યુવાનનો પગ ઝાડ પરથી લપસી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. યુવકની ઓળખ અરુણ પાસવાન તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. હાલમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહે છે.
આ ઘટના બાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.અધિકારીઓનું કહેવું છે કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે ખતરનાક પ્રાણીઓના પાંજરા પાસે ખાસ દેખરેખ રાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
