Ahmedabad: 17 ફેક વિઝા કન્સલ્ટન્સી ફર્મ ઝડપાઈ, રેડમાં મળી આ વસ્તુ
Ahmedabad: ગુજરાત પોલીસ દ્વારા શનિવારના રોજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 વિઝા કન્સલ્ટન્સી ફર્મ પર રેડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ફર્મો સામે વિઝા પ્રાપ્ત કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવાની ફરિયાદ મળી હતી. રેડ દરમિયાન તમામ ફર્મના પાસપોર્ટ અને કોમ્પ્યુટર હાર્ડવેર જપ્ત કર્યા હતા.
વિઝા માટે એજન્ટને મોટી રકમ ચૂકવવામાં આવી હતી - અધિક પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઈમ) રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, ઘણી વિઝા કન્સલ્ટન્સી ફર્મ મહિનાઓથી તપાસ હેઠળ હતી.

વિદેશમાં, ખાસ કરીને યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જતા લોકોએ ફરિયાદ કરી હતી કે, વિઝા મેળવવા છતાં, તેઓને વિદેશી એરપોર્ટ પરથી ભારત પાછા ફરવાની ફરજ પડી હતી. તેઓએ આ કંપનીઓના એજન્ટોને વિઝા માટે મોટી રકમ આપી હતી.
પાંડિયને જણાવ્યું હતું કે, શનિવારના રોજ વિઝા એજન્ટોની 17 ઓફિસો પર રેડ કરવામાં આવી હતી. આ રેડમાં 27 પાસપોર્ટ, 53 કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, 79 માર્કશીટ, 5.5 લાખની રોકડ અને દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
