અમદાવાદ: માંડલમાં મોતિયાના એપરેશન બાદ 17 લોકોએ ગુમાવી દ્રષ્ટિ
Ahmedabad: અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મંગળવારના રોજ મોતિયાની સર્જરી બાદ સત્તર લોકોએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ ગુમાવવાની ફરિયાદ કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદ પ્રદેશના નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) ડૉ. સતીશ મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે, તપાસ કરવા માટે નવ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. રામાનંદ આંખની હૉસ્પિટલને આગળના આદેશો સુધી કોઈ વધુ ઓપરેશન ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

ડૉ. સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીના રોજ મંડલ હોસ્પિટલમાં 29 લોકોની સર્જરી કરવામાં આવી હતી. તેમાંથી 17 લોકોને મુશ્કેલી અને દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ થઈ હતી.
ડૉ. સતીશ મકવાણાએ ઉમેર્યું હતું કે, ગંભીર રીતે અસરગ્રસ્ત 17 દર્દીઓમાંથી પાંચને સોમવારના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના નેત્રરોગ વિભાગમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
માંડલની રામાનંદ આંખની હોસ્પિટલે આ મહિને લગભગ 100 મોતિયાના ઓપરેશન કર્યા હતા. સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે, વિરમગામ શહેરમાં આ તમામ દર્દીઓની જટિલતાઓ માટે સ્ક્રીનિંગ કરવા માટે એક કેમ્પ ગોઠવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
