Ahmedabad: રેગિંગ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 ડૉક્ટર્સને કરાયા સસ્પેન્ડ

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સાથે જોડાયેલા ચાર સિનિયર ડૉક્ટર્સને જુનિયર ડૉક્ટર્સ સાથે રેગિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ દુ:ખદાયક ઘટનાઓ દરમિયાન જુનિયર ડૉકટર્સે માનસિક વેદનાનો અનુભવ કર્યો હતો, જેમાં 700 વખત પ્રિસ્ક્રિપ્શન લખવાની ફરજ પાડવામાં આવી હતી, અને સાત દિવસ સુધી ખોરાકથી વંચિત રહેવાનો સમાવેશ થાય છે.

વિભાગના વડા ડૉ. આશિષ પટેલને 16 મેના રોજ નોંધાયેલી ઔપચારિક ફરિયાદમાં નરેન્દ્ર મોદી મેડિકલ કૉલેજના જુનિયર ડૉક્ટર્સ દ્વારા સહન કરવામાં આવતી રેગિંગની ઘટના પ્રકાશમાં આવી હતી.

Narendra Modi Medical College

ફરિયાદ મળતાં, ડૉ. આશિષ પટેલે સિનિયર અને જુનિયર ડૉક્ટર્સ વચ્ચે બેઠક બોલાવીને આ મુદ્દો આંતરિક રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણ દિવસ પછી, જુનિયર ડૉકટર્સે આ બાબતની જાણ મેડીકલ કોલેજના ડીન ડૉ. દીપ્તિ શાહને કરી હતી, કારણ કે રેગિંગ બંધ કરવાની ખાતરી આપવા છતાં ચાલુ રહી હતી.

ડૉ. દીપ્તિ શાહે તેમના જુનિયર સમકક્ષો પર વરિષ્ઠ ડૉકટર્સ દ્વારા લાદવામાં આવેલા માનસિક ત્રાસ અને રેગિંગના ગંભીર આરોપોને સંબોધવા માટે મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠક બોલાવી હતી.

ઉપયોગમાં લેવાતી રેગિંગ પદ્ધતિઓની ગંભીરતા અંગે ચર્ચા વિચારણા બાદ, ચાર વરિષ્ઠ ડૉકટર્સ-ડૉ. વ્રજ વાઘાણી, ડૉ. શિવાની પટેલ, ડૉ. અનેરી નાયક, અને ડૉ. કરણકુમાર પારેજિયાને તેમની ફરજોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ડૉ. વ્રજ વાઘાણીને બે વર્ષ માટે, ડૉ. શિવાની પટેલને એક વર્ષ માટે અને ડૉ. કરણકુમાર પારેજીયા અને ડૉ. અનેરી નાયકને 25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X