Ahmedabad: અમદાવાદમાં બનશે રામ મંદિરના 7 સ્તંભ, જાણો શું છે ખાસીયત?

Ahmedabad: રામ મંદિરના ઉદ્ધાટનને હવે ગણતરીના દિવસો બચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન કરશે. 22 જાન્યુઆરી, 2024નો દિવસ દેશવાસીઓ માટે અતિ ખાસ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના ઉદ્ઘાટન માટે આખા અઠવાડિયા દરમિયાન રામ લલ્લાના અભિષેક સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાશે. આવા સમયે, પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે, લગભગ 6 હજાર મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમની તસવીરો પણ સામે આવી છે.

Ram Mandir

અમદાવાદમાં તૈયાર થઈ રહ્યા છે સાત ધ્વજ સ્તંભ - શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ કંપનીને ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે.

કંપનીના એમડી ભરત મેવાડાએ ન્યૂઝ એજન્સી ANIને સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે.

800 મીટર લાંબો રિંગ રોડ પણ તૈયાર - આ સાથે જ રામ મંદિરની આસપાસ 800 મીટર લાંબો રિંગ રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનું માળખું તૈયાર છે અને હવે તેના ઉપરના ભાગનું બાંધકામ બાકી છે.

એક્ઝિક્યુટીંગ એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ રસ્તે ચાલીને રેમ્પાર્ટ સિવાય મંદિરની સંપૂર્ણ મુલાકાત લઈ શકાય છે. આવા સમયે, રામ મંદિરના ફ્લોર પર માર્બલ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. 60 ટકા ફ્લોર પર માર્બલ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરના નૃત્ય મંડપની સાથે રંગ મંડપના શિખર પણ તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે.

પોતાના એક સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓ તેને કાર્ટ કચેરીમાં ફસાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોદીજી આવ્યા એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પૂરું કર્યું અને એ જ દિવસે મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X