અમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાનો કોલ મોડી રાતે 3 વાગ્યા આસપાસ આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ સમયે ફાયર વિભ
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાનો કોલ મોડી રાતે 3 વાગ્યા આસપાસ આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ સમયે ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી.

ઉલ્લેખનિય છેકે 3 વાગ્યા આસપાસ આગની માહિતિ મળી હતી. આગની તિવ્રતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરના ડિવિઝનલ ઓફિસર મનીષ મોડેએ નરોડા વિસ્તારની કંપનીમાં લાગેલી આગ અંગે જણાવ્યું કે, ઈન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3.30 વાગે મળ્યો હતો. ઈન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતી. આ ઘટનામાં અમારા 3 કર્મચારીઓને ઇજા પહોંચી છે. ઘાયલ કર્મચારીઓને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કેમિકલ હોવાના કારણે આગ ઝડપી પ્રસરી હતી. આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
