અમદાવાદમાં 385 PG-હોસ્ટેલને AMCની નોટિસ, નવા નિયમો લાગુ થયા બાદ એક્શન
નવા નિયમો લાગુ કર્યાના મહિનાઓ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પેઈંગ ગેસ્ટ અને હોસ્ટેલ પ્રકારના બાંધકામો પર સપાટો બોલાવ્યો છે.

AMC દ્વારા હાથ ધરાયેલા સ્થળ નિરીક્ષણ દરમિયાન કુલ 401 PG/હોસ્ટેલ યુનિટ્સની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી ૩૮૫ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી મોટાભાગે અનિયમિતતાઓ અને નિયમોના ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે.
ઝોન પ્રમાણે જોઈએ તો, નોર્થ-વેસ્ટ ઝોનના ૩૩૪ અને સાઉથ-વેસ્ટ ઝોનના ૨૩ યુનિટ્સને નોટિસ મળી છે. વેસ્ટ ઝોનમાં ૨૫, નોર્થ ઝોનમાં ૧ અને ઈસ્ટ ઝોનમાં ૧ યુનિટને નોટિસ આપવામાં આવી છે.
શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટેના આ એકમોમાં નવા AMC માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
