AMC Budget 2024 : AMCનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
AMC Budget 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 45 કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટીપી માં 67 કિમીના ટીપી રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે.

AMCના વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ
- 15.65 કિમી લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 1230 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.
- ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિમી પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1 હજાર કરોડનાં ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.
- 250 કિમીના રસ્તા રીગ્રેડ, 50 કિમીના માઈકો રીસરફેસીંગ તથા 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિમીના રોડ 790 કરોડનાં ખર્ચે બનાવાશે
- 135 કરોડનાં ખર્ચે 05 આઈકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે
- લો-ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લો-ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.
- 15 કરોડનાં ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Olympic-2036 ધ્યાને લઇ 5 કરોડનાં ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
