અમદાવાદ: EV બેટરી ચાર્જ કરતા સમયે બ્લાસ્ટ, 3 લોકોનો આબાદ બચાવ

AHMEDABAD: અમદાવાદ શહેરમાં આવેલા પાલડી વિસ્તારમાં બેરેજ રોડ પર આવેલા સિદ્ધશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટના કારણે વિસ્ફોટ થતા ઇલેક્ટ્રિક વાહનની બેટરીને કારણે આગ લાગી હતી.

આગ ઝડપથી ઘરને લપેટમાં લેતી હોવાથી, રહેવાસીઓને જ્વાળાઓથી બચવા માટે બેડરૂમની બારી પર ચડી ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ જમાલપુર ફાયર સ્ટેશને આગની ઘટનાનો કોલ આપવામાં આવ્યો હતો.

ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયર વિભાગની ટીમને તીર્થ શાહ, ખુશી શાહ, અને ભૂમિકા શાહ નામના ત્રણ લોકો બારીના કિનારે ફસાયેલા જોવા મળ્યા હતા. જે બાદ સીડીનો ઉપયોગ કરીને ફાયર બ્રિગેડની ટીમે ત્રણેય લોકોને બચાવ લીધા હતા. ફાયર વિભારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમને સવારે 5 વાગ્યાની આસપાસ ઈમરજન્સી કોલ આવ્યો હતો, જેમાં આગ અને અંદર ફસાયેલા લોકોની જાણ કરવામાં આવી હતી.

AHMEDABAD

જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સંતોષ પટેલે તાત્કાલિક એક ટીમ ઘટના સ્થળે રવાના કરી હતી. ટીમે ત્રીજા માળે બારીની જગ્યામાં ત્રણ વ્યક્તિઓને જોયા હતા. આ આગને કાબૂમાં લેવા માટે કામ કરતી વખતે બચાવ કામગીરી શરૂ કરી હતી.

સ્ટેશન ઓફિસર સંતોષ પટેલે સમજાવ્યું કે, આગ મુખ્ય ડ્રોઈંગ રૂમમાં શરૂ થઈ હતી, જ્યાં ચાર્જિંગ માટે ટીવીની નજીક ઇલેક્ટ્રિક વાહનની બેટરી મૂકવામાં આવી હતી. વિસ્ફોટને કારણે આગ આખા બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી.

આ આગ લાગવાની ઘટનામાં ટીવી સહિતનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. રહેવાસીઓ બેડરૂમનો દરવાજો બંધ કરવામાં સફળ રહ્યા હતા, જેણે ધુમાડાની અસરને મર્યાદિત કરવામાં મદદ કરી હતી.

અત્રે નોઁધનીય બાબત છે કે, આખરે પાણીના નળ વડે આગને કાબુમાં લેવામાં આવી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ ફાયર બ્રિગેડના સાયરન સાંભળીને તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X