Ahmedabad Building Collapse : અમદાવાદમાં ધરાશાયી થઇ ત્રણમાળની બિલ્ડિંગ, 26 લોકોનો બચાવ
Ahmedabad Building Collapse : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગુરુવારની રાત્રે એક ત્રણ માળની બિલ્ડિંગ તૂટી ગઇ છે. મળતી માહિતી અનુસાર, આ બિલ્ડિંગના કાટમાળમાં ઘણા ફસાયેલા હતા.
આ બિલ્ડિંગના કાટમાળમાંથી અત્યાર સુધી કુલ 26 લોકોને બચાવવામાં આવ્યા છે. સોનલ સિનેમા રોડ પર સ્થિત 'ગોલ એપાર્ટમેન્ટ' રાત્રે 9.30 કલાકેની આસપાસ ધરાશાયી થયું હતું.

અમદાવાદ ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગ ધરાશાયી થયાની માહિતી મળતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે પહોંચતા પહેલા જ 23 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા અને અમે 3 ફસાયેલા લોકોને બચાવી લીધા છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, 50 વર્ષ જૂની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી અને તાજેતરમાં જ તિરાડો પડી હોવાને કારણે બિલ્ડિંગમાં રહેતા તમામ પરિવારોએ સવારે તેમના ફ્લેટ ખાલી કર્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે ત્રણ ફાયર ફાઈટિંગ વાહનોને ઘટનાસ્થળે મોકલ્યા હતા. બિલ્ડિંગની જર્જરિત હાલતને કારણે મોટાભાગના રહેવાસીઓ પહેલાથી જ અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. અમારી ટીમોએ કાટમાળમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મકાનને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હોવાથી મોટાભાગના રહેવાસીઓ જગ્યા ખાલી કરી રહ્યા હતા. જોકે, પતન સમયે બે પરિવારો હજુ પણ અંદર રહેતા હતા.
#WATCH | Gujarat | A 3-floor building collapsed in Vejalpur area of Ahmedabad. More details awaited. pic.twitter.com/fdj5HxuYPx
— ANI (@ANI) May 11, 2023












Click it and Unblock the Notifications
