કેડિલા ફાર્માના CMDએ બલ્ગેરિયન મહિલા સાથે કર્યું દુષ્કર્મ, હાઈકોર્ટના આદેશ બાદ નોંધાયો કેસ

Ahmedabad: ગુજરાત પોલીસે હાઇકોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના ચેરમેન અને પ્રબંધ નિદેશક રાજીવ મોદીની સામે બુલ્ગેરિયન મહિલાની ફરિયાદ પર દુષ્કર્મ, હુમલો અને જાણીજોઇને અપમાનિત કરવાનો કેસ નોંધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ મામલે ફાર્મા કંપનીના એક અન્ય કર્મચારી જાનસન મેથ્યુ સામે દુરાચાર સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Ahmedabad

ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) લવિના સિન્હાએ જણાવ્યું હતું કે, હાઇ કોર્ટે પોલીસ તપાસનો નિર્દેશ આપ્યો છે, અને બે મહિનામાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. અમે તપાસ કરીને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું.

ફરિયાદીએ શું કહ્યું? - ફરિયાદીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તે ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી માટે 24 નવેમ્બર, 2022ના રોજ ભારત આવી હતી અને એક ફાર્માસ્યુટિકલ ફર્મમાં જોડાઈ હતી. તેણીની જોબ પ્રોફાઇલ બદલાઈ ગઈ હતી અને તેણીને પર્સનલ એટેન્ડન્ટ બનાવવામાં આવી હતી અને સીએમડી સાથે જોડવામાં આવી હતી.

ફરિયાદીનો આરોપ છે કે, નોકરી દરમિયાન તેણીનું જાતીય સતામણી કરવામાં આવી હતી, અને જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેણીને 3 એપ્રિલ, 2023 ના રોજ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, આ અગાઉ મેજિસ્ટ્રેટે મહિલાની ફરિયાદ ફગાવી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X