અમદાવાદ શહેરમાં ચોમાસુ ઋતુનો 96% વરસાદ થયો

છેલ્લા 48 કલાકથી અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે, 48 કલાકમાં 70mm વરસાદ નોંધાયો

અમદાવાદઃ છેલ્લા 48 કલાકથી અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે, આ 48 કલાકમાં અહીં 70mm વરસાદ નોંધાયો છે. જે સિઝનલ વરસાદના કુલ 9% થી પણ વધુ છે. રવિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 769mm વરસાદ નોંધાઈ ગયો છે જે કુલ ઋતુના વરસાદ 798mm ના 96% થાય છે. એટલે કે અમદાવાદમાં આ ઋતુનો 96% વરસાદ થઈ ગયો છે.

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં

વહેલી સવારે પડેલા વરસાદને પગલે અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાંથી પાણી ભરાવાને લઈ ફરિયાદો મળી હતી. જોધપુર, વેજલપુર, બોડકદેવ, થલતેજ, ગોતા અને ઘાટલોડિયા વસ્તારમાંથી પાણી ભરાવાની કુલ 14 ફરિયાદો કરવામાં આવી છે. આ ઉપરાંત જોધપુર, વેજલપુર, સરખેજ, બોપલ- ઘુમા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાણી હતી. સરખેજમાં ભૂવો પડ્યાની પણ ફરિયાદ મળી હતી.

પાલડીમાં 811mm વરસાદ ખાબક્યો

પાલડીમાં 811mm વરસાદ ખાબક્યો

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે ડ્રેનેઝ લાઈનમાં પાણીનું પ્રેસર વધતાં લીકેજ થવાના કારણે ભૂવો પડ્યો હતો. વધુમાં અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 972mm વરસાદ નોંધાયો છે. જે બાદ પાલડીમાં 811mm વરસાદ નોંધાયો છે. શહેરનો સૌથી ઓછો વરસાદ કોતારપુર વિસ્તારમાં થયો જે 672mm હતો.

અમદાવાદના તાપમાનમાં અચાનક ઘટાડો

અમદાવાદના તાપમાનમાં અચાનક ઘટાડો

ભારતીય હવામાન ખાતાના અધિકારીએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસી રહેલા સતત વરસાદને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો, અમદાવાદ શહેરનું તાપમાન 26.7 ડિગ્રીએ પહોંચી ગયું જે સામાન્યથી 5.6 ડિગ્રી ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું જે સામાન્યથી 0.3 ડિગ્રી ઓછું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X